શોધખોળ કરો
Advertisement
બૉલિંગ કરવા આવેલા કયા બૉલરની ટોપી એમ્પાયરે પકડવાની ના પાડી દેતા ગિન્નાયો, એમ્પાયરે કેમ કર્યુ આવુ, જાણો વિગતે
ગયા વર્ષે જૂનથી ક્રિકેટ ફરીથી શરૂ થઇ પણ આ માટે આઇસીસીએ કેટલાક નિયમો બનાવ્યો જેને લઇને હજુ પણ બબાલો થતી રહે છે. હવે આવા એક નિયમ પર પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આઇસીસીને આડેહાથે લીધી છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે છેલ્લા એકવર્ષથી ક્રિકેટમાં ઘણુબધુ નુકશાન પહોંચ્યુ છે. ગયા વર્ષે જૂનથી ક્રિકેટ ફરીથી શરૂ થઇ પણ આ માટે આઇસીસીએ કેટલાક નિયમો બનાવ્યો જેને લઇને હજુ પણ બબાલો થતી રહે છે. હવે આવા એક નિયમ પર પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આઇસીસીને આડેહાથે લીધી છે.
શાહિદ આફ્રિદીએ મેદાન પર એમ્પાયર દ્વારા ખેલાડીઓની ટૉપી હાથમાં ના પકડવા નિયમને લઇને આઇસીસીને સવાલો કર્યા છે. આ નિયમ આફ્રિદીને રાસ નથી આવ્યો. હાલ પાકિસ્તાન સુપર લીગ ચાલી રહી છે, મુલ્તાન સુલતાન્સ તરફથી રમી રહેલા આફ્રિદી પેશાવર જાલ્મી સામે બૉલિંગ બૉલિંગ કરવા ગયો, આ દરમિયાન એમ્પાયરે તેની ટોપી પકડવાની ના પાડી દીધી હતી. આ કારણે શાહિદ આફ્રિદી ગુસ્સે ભરાયો હતો.
આફ્રિદીએ ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી, આફ્રિદીએ કહ્યું- આઇસીસી હું હેરાન છુ કે એમ્પાયરને બૉલરોની ટૉપી લેવાની અનુમતી કેમ નથી આપવામાં આવી, જ્યારે તે બાયૉ બબલમાં રહે છે જેમાં ખેલાડીઓ અને મેનેજમેન્ટના લોકો રહે છે, અને એટલે સુધી કે રમત સમાપ્ત થવા પર હાથ પણ મિલાવે છે.
ગયા વર્ષે બદલાયા છે નિયમ....
આઇસીસીએ કૉવિડ-19ના કારણે ગયા વર્ષે જૂનમાં પોતાના નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં બૉલ પર લાળ ના લગાવવી અને એમ્પાયર દ્વારા ખેલાડીઓની કેપ ના લેવાનો નિયમ પણ સામેલ છે. એટલુ જ નહીં આઇસીસીએ ખેલાડીઓને એકબીજા સાથે હાથ મિલાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ કારણે એમ્પયારે આફ્રિદીને ટોપી ન હતી લીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion