શોધખોળ કરો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 14 ઓગસ્ટ સુધી દેશના ઘણા રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય હવામાન વિભાગે 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી.
  • ઉત્તર, મધ્ય ભારતમાં 8 થી 14 ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે.
  • પૂર્વ-ઉત્તરપૂર્વ રાજ્યોમાં 8 થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદ જોવા મળશે.
  • ગુજરાત સહિત પશ્ચિમમાં 8-14 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ, ગાજવીજ.

Heavy Rainfall Alert India: જો તમે આગામી સપ્તાહમાં કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો થોડું સાચવજો! ભારતીય હવામાન વિભાગે દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી એટલે કે 14 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યો માટે એલર્ટ આપવામાં આવ્યું છે. તો ચાલો વિગતે જાણીએ કે કયા વિસ્તારમાં કઈ તારીખે વરસાદનું જોર સૌથી વધુ રહેશે.

ઉત્તર ભારતનો માહોલ

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો 8 થી 14 ઓગસ્ટ સુધી સતત વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દેશની રાજધાની દિલ્હી (NCR), પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 8 ઓગસ્ટે વરસાદની રમઝટ બોલી શકે છે. આ ઉપરાંત, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 10 ઓગસ્ટે અને પૂર્વ રાજસ્થાનમાં 8 થી 13 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

મધ્ય ભારતનું હવામાન

મધ્ય પ્રદેશની વાત કરીએ તો, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 9 થી 12 ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદ અને 8, 13, 14 ઓગસ્ટે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશમાં 8 થી 11 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ અને 12 થી 14 ઓગસ્ટે અમુક સ્થળોએ ઝાપટાં પડવાની વકી છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં 8 ઓગસ્ટે સારો વરસાદ અને 9 થી 14 ઓગસ્ટ વચ્ચે છૂટોછવાયો વરસાદ રહેશે. છત્તીસગઢમાં 8 થી 10 ઓગસ્ટ સુધી જોરદાર વરસાદ અને 11 ઓગસ્ટે અમુક વિસ્તારોમાં જ વરસાદ જોવા મળશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

પૂર્વ ભારત પર નજર

આંદામાન-નિકોબાર ટાપુઓ, ગંગાના પશ્ચિમ બંગાળ વિસ્તાર, ઝારખંડ, ઓડિશા, હિમાલયને અડીને આવેલા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 8 થી 14 ઓગસ્ટ સુધી ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં 8 થી 12 ઓગસ્ટ સુધી છૂટોછવાયો અને 13-14 ઓગસ્ટે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. આ સાથે જ 8 થી 10 ઓગસ્ટ પશ્ચિમ બંગાળમાં, 8 થી 12 ઓગસ્ટ ઝારખંડ અને ઓડિશામાં તથા 8 થી 14 ઓગસ્ટ સુધી બિહારમાં ભારે પવન ફૂંકાવાની પણ આકરી ચેતવણી આપવામાં આવી છે.

નોર્થ-ઈસ્ટ (ઉત્તર-પૂર્વ) રાજ્યોની સ્થિતિ

અરુણાચલ પ્રદેશમાં 8 થી 11 ઓગસ્ટ વચ્ચે સામાન્ય અને 12 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આસામ અને મેઘાલયમાં 8 થી 9 ઓગસ્ટ અને 12 થી 14 ઓગસ્ટ સુધી જોરદાર વરસાદ પડશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 8 થી 14 ઓગસ્ટ સુધી સતત મેઘમહેર રહેશે. વળી, અરુણાચલ પ્રદેશમાં 8 અને 11-12 ઓગસ્ટે, આસામ-મેઘાલયમાં 8 થી 12 ઓગસ્ટે અને નાગાલેન્ડ-મણિપુર-મિઝોરમ-ત્રિપુરામાં 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ અને વીજળી પડવાની પણ વોર્નિંગ અપાઈ છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

પશ્ચિમ ભારત (ગુજરાત અને મહારાષ્ટ્ર)

કોંકણ અને ગોવામાં 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ પડશે. જ્યારે આપણા ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 થી 14 ઓગસ્ટ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ જ વરસાદની સંભાવના છે. જોકે, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 થી 9 ઓગસ્ટે તથા ગુજરાતમાં 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે, તેથી ઘરની બહાર નીકળતા પૂરતી સાવચેતી રાખવી હિતાવહ છે.

Frequently Asked Questions

ભારતમાં ક્યાં સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે?

ભારતીય હવામાન વિભાગે દેશના મોટાભાગના વિસ્તારોમાં 14 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જો તમે આગામી સપ્તાહમાં કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ તો સાચવજો.

કયા મુખ્ય રાજ્યો માટે ખાસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે?

દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસવાની શક્યતા છે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શું સંભાવના છે?

ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 થી 14 ઓગસ્ટ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ઉત્તર ભારતના કયા રાજ્યોમાં સતત વરસાદની આગાહી છે?

પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 8 થી 14 ઓગસ્ટ સુધી સતત વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
8મું પગાર પંચ: લાગુ થતાં જ કર્મચારીઓને એકસાથે મળશે ₹14 લાખ? સમજો આખું ગણિત
8મું પગાર પંચ: લાગુ થતાં જ કર્મચારીઓને એકસાથે મળશે ₹14 લાખ? સમજો આખું ગણિત
સ્વતંત્ર ભારદ્વાજની દિલ્હી પોલીસે કરી ધરપકડ, પટિયાલા હાઉસ કોર્ટમાં કરાશે રજૂ
સ્વતંત્ર ભારદ્વાજની દિલ્હી પોલીસે કરી ધરપકડ, પટિયાલા હાઉસ કોર્ટમાં કરાશે રજૂ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Embed widget