શોધખોળ કરો

Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

કેપટાઉનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે

કેપટાઉનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ દાવમાં 194 રનમાં ઓલઆઉટ થતાં પાકિસ્તાનની ટીમ ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવા પાકિસ્તાનને મજબૂર કરી દીધું હતું. ત્યારબાદ બીજી ઇનિંગમાં કેપ્ટન શાન મસૂદે ઐતિહાસિક સદી ફટકારી હતી. મેચના ત્રીજા દિવસે તેણે બાબર આઝમ સાથે 205 રનની ઓપનિંગ ભાગીદારી કરી અને ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વાસ્તવમાં 148 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ફોલોઓન બાદ આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની છે.

શાને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી તેની ટીમે પ્રથમ દાવમાં 615 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ પ્રથમ દાવમાં 194 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે બીજી ઈનિંગમાં ફોલોઓન મળ્યા બાદ પાકિસ્તાન પર દબાણ વધી ગયું હતું.

ટીમનો નિયમિત ઓપનર સૈમ અયુબ પગની ઈજાના કારણે પહેલા જ મેચમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ શાન મસૂદે પોતાની છેલ્લી ભૂલને ભૂલીને બાબર આઝમ સાથે લડત આપી હતી. તેણે 166 બોલમાં 102 રનની અણનમ ઇનિંગ રમી અને શાને 205 રનની ઓપનિંગ ભાગીદારી કરીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

જોકે, દિવસની રમત પૂરી થાય તે પહેલા બાબર આઝમ 81 રન કરીને આઉટ થઈ ગયો હતો. પરંતુ બાદમાં નાઈટ વોચમેન ખુર્રમ શહઝાદે વિકેટ પડવા દીધી ન હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાનની ટીમે બીજા દાવમાં 1 વિકેટના નુકસાન પર 213 રન બનાવી લીધા છે અને તે હવે દક્ષિણ આફ્રિકા કરતા 208 રન પાછળ છે.

બાબરે એક જ દિવસમાં બે અડધી સદી ફટકારી હતી

શાન સાથે બાબર આઝમ પણ ફોર્મમાં પરત ફરતો જોવા મળ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે અડધી સદી અને સદી માટે ઝંખતો હતો. પરંતુ તે દક્ષિણ આફ્રિકામાં ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે એક જ દિવસમાં 2 અડધી સદી ફટકારી હતી. મેચના બીજા દિવસે પ્રથમ દાવ દરમિયાન બાબર 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજા દિવસે તેણે 50 રનનો આંકડો પાર કર્યો પરંતુ 58 રન બનાવીને આઉટ થઈ ગયો. ફોલોઓન થયા બાદ જ્યારે તેને ફરીથી ઓપનિંગ કરવાની તક મળી ત્યારે તેણે ફરી એકવાર અડધી સદી ફટકારી અને 81 રન બનાવીને આઉટ થઈ ગયો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ

BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

Embed widget