શોધખોળ કરો
IPL પહેલા આ સ્ટાર ઓલરાઉન્ડરનો ધમાકો, 57 બૉલમાં 92 રન ફટકારીને ટીમને અપાવી જીત, જાણો વિગતે
શાર્દૂલ ઠાકુરે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી વિજય હજારે ટ્રૉફીના એલીટ ગૃપ ડી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યુ. શાર્દૂલે 57 બૉલમાં 92 રન ફટકારીને પોતાની ટીમ મુંબઇને શાનદાર જીત અપાવી દીધી. આ મેચમાં મુંબઇએ હિમાચલ પ્રદેશને 200 રનોથી હરાવી દીધુ
![IPL પહેલા આ સ્ટાર ઓલરાઉન્ડરનો ધમાકો, 57 બૉલમાં 92 રન ફટકારીને ટીમને અપાવી જીત, જાણો વિગતે shardul thakur best performance in vijay hazare trophy IPL પહેલા આ સ્ટાર ઓલરાઉન્ડરનો ધમાકો, 57 બૉલમાં 92 રન ફટકારીને ટીમને અપાવી જીત, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02174228/Shardul-Thakur-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ આઇપીએલની ઠીક પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર અને હાલ વિજય હજારે ટ્રૉફીમાં મુંબઇ તરફથી રમી રહેલા શાર્દૂલ ઠાકુરે ધમાકો કરી દીધો છે. શાર્દૂલ ઠાકુરે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી વિજય હજારે ટ્રૉફીના એલીટ ગૃપ ડી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યુ. શાર્દૂલે 57 બૉલમાં 92 રન ફટકારીને પોતાની ટીમ મુંબઇને શાનદાર જીત અપાવી દીધી. આ મેચમાં મુંબઇએ હિમાચલ પ્રદેશને 200 રનોથી હરાવી દીધુ.
શાર્દૂલ ઠાકુરની ધમાકેદાર ઇનિંગ.....
શાર્દૂલ ઠાકુરે 57 બૉલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદતી 92 રન બનાવ્યા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 75 બૉલ પરમાં 15 ચોગ્ગાના સહારે 91 રન અને આદિત્ય તારેએ 98 બૉલ પર 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓની મદદથી મુંબઇની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ પર 321 રન બનાવ્યા. મુંબઇએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો.
121 રનમાં જ સમેટાઇ ગઇ હિમાચલ પ્રદેશની ટીમ....
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હિમાચલ પ્રદેશની ટીમ 24.1 ઓવર રમી શકી, આ દરમિયાન માત્ર 121 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. મુંબઇની આ સતત પાંચમી જીત છે, અને તે 20 પૉઇન્ટની સાથે ગૃપ ડીમાં ટૉપ પર પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)