શોધખોળ કરો
Advertisement
IPL 2020: પ્રીતિ ઝિન્ટાની ટીમને 8.50 કરોડના આ સુપરસ્ટાર ફાસ્ટ બોલર માથે પડ્યો, 6 મેચમાં 6 વિકેટ ને બરાબર ઝૂડાયો
પંજાબ સળંગ પાંચ મેચો હારતાં તેની હાલત ખરાબ છે અને તેનું એક કારણ તેના સ્ટાર ખેલાડીઓનો ખરાબ દેખાવ છે.
દુબઈઃ યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં ફિલ્મ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઈલેવનની હાલત સૌથી ખરાબ છે. કિંગ્સ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ પાંચ મેચો હારતાં તેની હાલત ખરાબ છે અને તેનું એક કારણ તેના સ્ટાર ખેલાડીઓનો ખરાબ દેખાવ છે. આ ખેલાડીઓમાં પંજાબના લીડ બોલર શેલ્ડન કોટ્રેલનો પણ સમાવેશ થાય છે.
પંજાબે લીધેલા બીજા વિદેશી ખેલાડી વેસ્ટ ઈન્ડિઝના શેલ્ડન કોટ્રેલે સાવ ધોળકું ધોળ્યું છે. સ્ટાર બોલર તરીકે જાણીતા કોટ્રેલને પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પણ તેણે છ મેચમાં છ વિકેટ લીધી છે ને 8.8 રન પ્રતિ ઓવરની સરેરાશથી રન આપીને બરાબર ઝૂડાયો છે. કોટ્રેલ શરૂઆતમાં ટીમને વિકેટ જ નથી અપાવી શકતો તેના કારણે વિરોધી ટીમ જંગી સ્કોર ખડકીને પંજાબને હરાવી જાય છે.
પંજાબને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ સાવ માથે પડ્યો છે. 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલો આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો કોટ્રેલ સાવ માથે પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement