શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આઇપીએલમાં ચેન્નાઇ સામે સદી ફટકાર્યા બાદ શિખર ધવને શું કર્યો દાવો, જાણો વિગતે
મેન ઓફ ધ મેચ બનેલા ધવને દાવો કરતા કહ્યું- હું માનસિક રીતે સકારાત્મક હતો, અને રન બનાવવાની કોશિશ કરી રહ્યો હતો, હવે હુ પહેલાથી વધારે ફિટ છુ, હું ફાસ્ટ દોડી રહ્યો છુ, અને તરોતાજો અનુભવી રહ્યો છું
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં શનિવારે રમાયેલી દિલ્હી અને ચેન્નાઇની મેચ જબરદસ્ત રહી, અંતિમ ઓવરમાં દિલ્હીએ ચેન્નાઇને હરાવીને પૉઇન્ટ ટેબલમાં ફરી એકવાર પોતાની બાદશાહત ટકાવી રાખી હતી. મેચમાં જીતનો હીરો શિખર ધવન રહ્યો, ધવને મેચમાં આઇપીએલને પહેલી સદી ફટકારી, ધવને 58 બૉલમાં 101 રનોની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચમાં સદી ફટકાર્યા બાદ ધવન ખુશ થઇ ગયો. તેને મેચ બાદ કહ્યું કે આ એકદમ ખાસ છે, જે 13 વર્ષ બાદથી આઇપીએલ રમી રહ્યો છુ, અને આ મારી પહેલી શતકીય ઇનિંગ છે. હું ખુબ ખુશ છુ. સિઝનની શરૂઆતથી જ સારી બેટિંગ કરી રહ્યો છુ, પરંતુ 20 રનના સ્કૉરને 50માં ન હતો બદલી શકતો.
મેન ઓફ ધ મેચ બનેલા ધવને દાવો કરતા કહ્યું- હું માનસિક રીતે સકારાત્મક હતો, અને રન બનાવવાની કોશિશ કરી રહ્યો હતો, હવે હુ પહેલાથી વધારે ફિટ છુ, હું ફાસ્ટ દોડી રહ્યો છુ, અને તરોતાજો અનુભવી રહ્યો છું.
ખાસ વાત છે કે આ ઇનિગમાં સીએસકેના ફિલ્ડરોનુ પણ ખાસ યોગદાન રહ્યું ધવને એક પછી એક કેચ છોડીને જીવતદાન આપ્યુ હતુ. ધવનને સદી ફટાકરવાનો પુરેપુરો મોકો આપ્યો હતો. મેચ બાદ ધોનીએ પણ કબુલ્યુ કે અમારા ખેલાડીઓએ શિખર ધવનના કેચ છોડ્યા, જેથી તે સારી બેટિંગ કરી શક્યો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ એક બોલ બાકી રાખતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર બેટ્સમેન શિખર ધવને અણનમ 101 રન બનાવ્યા હતા. આઈપીએલ કેરિયરમાં ધવનની આ પ્રથમ સદી છે. શ્રેયસ અય્યરે 23 રન અને સ્ટોઈનીસે 24 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion