Asia Cup 2023: વર્લ્ડ કપની ટીમ અંગે હરભજને ઉઠાવ્યા સવાલ તો પાકિસ્તાનની કમજોરી અંગે અખ્તરે કર્યો ખુલાસો
Asia Cup 2023: હાલમાં એશિયા કપ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતના સ્ટાર સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે ખાસ વાતચિત કરી હતી.
Asia Cup 2023: હાલમાં એશિયા કપ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતના સ્ટાર સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે ખાસ વાતચિત કરી હતી. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા હરભજને કહ્યું કે, ભારતે વર્લ્ડ કપની ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહને સમાવવા જોઈતા હતા. યુઝી ચહલ એક મેચ વિનર પ્લેયર છે. ભારતની ટીમમાં હાલમાં એક પણ લેગ સ્પિનર નથી. ઉપરાંત એક પણ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર નથી. આવી સ્થિતિમાં આ બન્નેને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો સારુ હોત.
ભારતના ટોપ ઓર્ડરે શરુઆતની ઓવરમાં સાવધાની સાથે રમવું પડશે
આ ઉપરાંત એશિય કપ અંગે વાત કરતા હરભજને કહ્યું કે, એશિયા કપમાં ભારત હજુ પણ વાપસી કરી શકે છે. ભારતના ટોપ ઓર્ડરે શરુઆતની ઓવરમાં સાવધાની સાથે રમવું પડશે. નવા બોલથી સાવધાની સાથે રમીને ભારત મોટો સ્કોર કરી શકે છે. જો ભારત પાકિસ્તાન સામે 300 રનનો સ્કોર કરશે તો બીજા દાવમાં પાકિસ્તાનને તે સ્કોર કરવો ભારે પડશે.
સંજુ ક્લાસ પ્લેયર છે પરંતુ હું વર્લ્ડ કપમાં તેની જગ્યાએ સૂર્ય કુમારને રમાડવા માગીશ
સંજુ સેમસંગ અંગે પણ હરભજને ખુલીને વાત કરી હતી.તેમણે કહ્યું કે, સંજુ ક્લાસ પ્લેયર છે પરંતુ હું વર્લ્ડ કપમાં તેની જગ્યાએ સૂર્ય કુમારને રમાડવા માગીશ. કારણ કે સુર્ય કુમાર એકલા હાથે ગેમને પલટી શકે છે. તો બીજી તરફ શોએબ અખ્તર પાકિસ્તાન ટીમ અંગે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન વર્લ્ડ કપ જીતી શકે છે. તેમણે ફક્ત એક વાતનું ધ્યાન રાખવું પડશે. એ એજ કે, ભારત સામે પ્રેશર ન લેવું. ભારતમાં ભારત સામે રમવામાં પ્રેશરથી બચવું. આ ઉપરાતં પાકિસ્તાનની ટીમમાં એક ફાસ્ટ બોલર ઓલ રાઉન્ડરની કમી હોવાની પણ અખ્તરે વાત કરી.
હરભજને શોએબ અખ્તર અંગે વાત કરતા કહ્યું કે, રાવલપિંડી એક્સપ્રેસ એટલી ઝડપી હાલતી હતી કે તેણે જાપાનની ટ્રેનને પણ ફેલ કરી દીધી. તો બીજી તરફ અખ્તરે હરભજન અંગે વાત કરતા કહ્યું કે, તે આ સારો ક્રિકેટર તો છે જ, પરંતુ સાથે સાથે તે એક સારો મિત્ર, સારો પતિ, અને સારો પિતા પણ છે.