કૈટરીના કૈફ અને ક્રિકેટર મોહમ્મદ કૈફ વચ્ચે શું છે સંબંધ ? સવાલ પૂછાતાં મોહમ્મદ કૈફે આપ્યો મજાનો જવાબ...
કૈટરીના કૈફ અને અને મોહમ્મદ કૈફને લઈ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ ફરી રહ્યા છે.
મુંબઈઃ કેટરીના કૈફ હાલ તેના લગ્નને લઈ સમાચારમાં છે. રિપોર્ટ્સ મુજબ આવતા સપ્તાહે તે વિક્કી કૌશલ સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. કૈટરીના કૈફ અને અને મોહમ્મદ કૈફને લઈ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ ફરી રહ્યા છે. આ પહેલા પણ કૈટરીનાને લઈ અનેક સવાલ મોહમ્મદ કૈફને પૂછવામાં આવ્યા છે. જેના પર તેણે જવાબ પણ આવ્યો છે.
3 વર્ષ પહેલા એટલે કે 2018માં મોહમ્મદ કૈફે ટ્વિટર પર આસ્કકૈફ સેશન રાખ્યું હતું. જેમાં અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે સવાલ કર્યા હતા. આ દરમિયાને તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તે બોલિવૂડ એકટ્રેસ કૈટરિના કૈફનો સંબંધી છે. જેના પર કૈફે જવાબ આપ્યો હતો કે ખૂબ રસપ્રદ છે. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, હજુ સુધી તો કોઈ રિલેટિવ નથી. હું પહેલાથી પરણીત છું અને સુખમય જીવન પસાર કરી રહ્યો છું. પરંતુ એક રોચક કિસ્સો સંભાળ્યો છે કે કૈટરીનાને કૈફ સરનેમ કેવી રીતે મળી. બસ તે કિસ્સાની સાથે મારું અને તેનું કનેકશન છે.
પિતા કાશ્મીરી અને માતા બ્રિટિશ
કૈટરીના કૈફના નામ કૈફ હોવા અંગે એક યૂઝરે કહ્યુ હતું કે, કૈટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો છે. તેના પિતા કાશ્મીરી અને માતા બ્રિટિશ છે. જ્યારે તે નાની હતી ત્યારે બંનેના તલાક થઈ ગયા હતા. એક ઈન્ટરવ્યૂમાં કૈટરીના કહ્યું કે, અમારા ઉછેરમાં મારા પિતા ધાર્મિક અને સામાજિક મામલામાં કોઈ દખલગીરી કરતા નહોતા.
તો શું આ કારણે કૈટરીનાએ રાખી કૈફ સરનેમ
કૈટરીના પહેલા તેની માતાની સરનેમ Turquotte યૂઝ કરતી હતી પરંતુ જ્યારે તે ભારતમાં આવી ત્યારે પિતાની સરનેમ કૈફ અપનાવી લીધી. એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે કૈટરીનાએ મોહમ્મદ કૈફના નામ પરથી જ સરનેમ બદલીને કૈફ કરી લીધી હતી. કારણકે તે જ્યારે ફિલ્મોમાં આવી ત્યારે મોહમ્મદ કૈફ ટીમ ઈન્ડિયા તરફથી રમતો હતો અને તેનું મોટું નામ હતું.