શોધખોળ કરો

ટી20માં ઇંગ્લેન્ડની ધૂલાઇ કરનારો ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી હવે ઇંગ્લેન્ડની ટીમમાંથી રમશે, જાણો કઇ ટૂર્નામેન્ટ રમવા કઇ ટીમમાં થયો સામેલ

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં ભલે શ્રેયસ અય્યરે પાંચ અને છ નંબર પર બેટિંગ કરી હોય, પરંતુ વનડેમાં તેને  પોતાનો દમ બતાવીને નંબર ચારનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે. અય્યરની પ્રતિભા અને હાલના ફોર્મને જોતા ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લેન્કેશાયરે તેની સાથે કરાર કર્યો છે, એટલે હવે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડની ઘરેલુ વનડે ટૂર્નામેન્ટ રૉયલ લંડન કપમાં ભાગ લેશે, અય્યર ઇંગ્લેન્ડની લેન્કેશાયર ટીમમાંથી રમતો દેખાશે. 

નવી દિલ્હીઃ ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર બહુજ ઓછા સમયમાં ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યો છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20માં શાનદાર પ્રદર્શન કરનારા શ્રેયસ અય્યરને હવે ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યુ છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં ભલે શ્રેયસ અય્યરે પાંચ અને છ નંબર પર બેટિંગ કરી હોય, પરંતુ વનડેમાં તેને  પોતાનો દમ બતાવીને નંબર ચારનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે. અય્યરની પ્રતિભા અને હાલના ફોર્મને જોતા ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લેન્કેશાયરે તેની સાથે કરાર કર્યો છે, એટલે હવે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડની ઘરેલુ વનડે ટૂર્નામેન્ટ રૉયલ લંડન કપમાં ભાગ લેશે, અય્યર ઇંગ્લેન્ડની લેન્કેશાયર ટીમમાંથી રમતો દેખાશે. તાજેતરમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે 3-2થી વિજેતા રહી. જોકે, ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયામાંથી રમી રહેલા શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ આ સીરીઝમાં જબરદસ્ત બેટિંગ કરીને ઇંગ્લેન્ડના બૉલરોની ધૂલાઇ કરી હતી. 
 
ખરેખરમાં, લેન્કેશાયર ક્રિકેટ ક્બલે રૉયલ લંડન કપ માટે શ્રેયસ અય્યરની સાથે કરાર કર્યો છે. અય્યર 15 જુલાઇએ ક્લબ સાથે જોડાશે.  ભારત માટે અત્યાર સુધી 21 વનડે અને 29 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકેલો અય્યર ભારતને છઠ્ઠો ક્રિકેટર હશે, જે લેન્કેશાયર ક્લબ માટે ક્રિકેટ રમશે. શ્રેયસ અય્યર પહેલા ભારતના ફારુક એન્જિનીયર, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, દિનેશ મોંગિયા અને મુરલી કાર્તિક પણ લેન્કેશાયર ક્રિકેટ ક્લબ માટે રમી ચૂક્યા છે. 
 
કાઉન્ટી ક્રિકેટ રમવાને લઇને ઉત્સાહિત છે અય્યર...
કાઉન્ટીની અધિકારીક વેબસાઇટ પર અય્યરના હવાલાથી લખવામાં આવ્યુ છે- લેન્કેશાયર ઇંગ્લિશ ક્રિકેટમાં મોટુ નામ છે, અને આના ભારત સાથે લાંબો સંબંધ રહ્યો  છે. હું ફારક એન્જિનીયર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા મહાન ખેલાડીઓની વિરાસતને આગળ લઇ જવા માટે સન્માનિત અનુભવી રહ્યો છું.

નોંધનીય છે કે રૉયલ લંડન કપની શરૂઆત 22 જુલાઇથી થશે. વળી આની ફાઇનલ મેચ 19 ઓગસ્ટે રમાશે. ટૂર્નામેન્ટમાં લેન્કેશાયરને પોતાની પહેલી મેચ 20 જુલાઇએ ઘરમાં સસેક્સ સામે  રમવાની છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget