શોધખોળ કરો
Advertisement
રોહિતની ગેરહાજરીમાં ધવનની સાથે કયો બેટ્સમેન કરશે ઓપનિંગ, રવિ શાસ્ત્રીએ પ્રેક્ટિસ દરમિયાન કયા ખેલાડીને પાસે બેસાડીને આપી બેટિંગની ટિપ્સ, જાણો વિગતે
કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી સિડનીની પીચ અને ઓસ્ટ્રેલિયન બૉલિંગ આક્રમણને ધ્યાનમાં રાખીને શુભમન ગીલને મોકો આપી શકે છે. આ કારણે પ્રેક્ટિસ દરમિયાન કૉચ રવિ શાસ્ત્રીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગીલ સાથે લાંબી ચર્ચા કરી હતી
નવી દિલ્હીઃ ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી ત્રણ વનડે મેચોની સીરીઝમાં સારી શરૂઆત માટે યોગ્ય સંયોજન પર વિચાર કરી રહી છે. રોહિતની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયમાંથી કયા બેટ્સમેનને ઓપનિંગની જવાબદારી સોંપવી તે મહત્વનુ છે. વનડે સીરીઝમાં ધવનનો જોડીદાર કોણ બનશે તે અંગે હેડ કૉચ રવિ શાસ્ત્રીએ મહેનત કરવાનુ શરૂ કરી દીધુ છે.
ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં ભારતીયી ટીમના બે ખેલાડીઓ ઓપનિંગ માટે દાવેદારી કરી રહ્યાં છે. એક મયંક અગ્રવાલ અને બીજો છે શુભમન ગીલ. જોકે, આ અગાઉ ન્યૂઝીલેન્ડ સામેની વન઼ડે સીરીઝમાં રોહિતની ગેરહાજરીમાં મયંક અગ્રવાલને મોકો મળ્યો હતો પરંત તે યોગ્ય પ્રદર્શન કરી શક્યો ન હતો. જેથી આ વખતે ટીમ ઇન્ડિયા પાસે શુભમન ગીલના રૂપમાં એક બેસ્ટ ઓપ્શન છે.
પ્રતિકાત્મક તસવીર
આવામાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી સિડનીની પીચ અને ઓસ્ટ્રેલિયન બૉલિંગ આક્રમણને ધ્યાનમાં રાખીને શુભમન ગીલને મોકો આપી શકે છે. આ કારણે પ્રેક્ટિસ દરમિયાન કૉચ રવિ શાસ્ત્રીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગીલ સાથે લાંબી ચર્ચા કરી હતી, અને ઓપનિંગ બેટિંગ માટેની ટિપ્સ પણ આપી હતી. રવિ શાસ્ત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શુભમન ગીલ સાથેની વાતચીતની એક તસવીર પણ શેર કરી છે. તેના પર કયાસ લગાવી શકાય છે કે વનડેમાં ધવનની સાથે શુભમન ગીલ ઓપનિંગ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement