ઓસ્ટ્રેલિયામાં ભારતની વનડે શ્રેણી હારનું કારણ કેપ્ટન શુભમન ગિલ પોતે છે, આંકડાઓથી જુઓ નવા સુકાનીનું નિષ્ફળ પ્રદર્શન
Shubman Gill: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી તાજેતરમાં સમાપ્ત થઈ, જેમાં ભારતે 2-1 થી હાર સ્વીકારવી પડી.

India vs Australia: ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ત્રણ મેચની ODI શ્રેણી માં ભારતને 2-1 થી હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીમાં શુભમન ગિલ ને ભારતીય ODI ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ કેપ્ટન તરીકેની તેમની આ પ્રથમ શ્રેણી નિરાશાજનક રહી. હારનું મુખ્ય કારણ કેપ્ટન તરીકે ગિલનું નિષ્ફળ પ્રદર્શન ગણી શકાય, કારણ કે ઓપનર તરીકે ત્રણેય મેચમાં તેમનું બેટ શાંત રહ્યું હતું. આખી શ્રેણીમાં ગિલ માત્ર 43 રન જ બનાવી શક્યા હતા. તેમનું ફ્લોપ શોએ મધ્યમ ક્રમના બેટ્સમેનો પર દબાણ વધાર્યું. જોકે, ટીમ હારી હોવા છતાં, રોહિત શર્માને તેના મજબૂત પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.
કેપ્ટન ગિલની પ્રથમ ODI શ્રેણી અને પર્ફોમન્સનું વિશ્લેષણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી તાજેતરમાં સમાપ્ત થઈ, જેમાં ભારતે 2-1 થી હાર સ્વીકારવી પડી. આ શ્રેણીની શરૂઆત પહેલા, BCCI એ રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવીને યુવા બેટ્સમેન શુભમન ગિલ ને ટીમની કમાન સોંપી હતી. કેપ્ટન તરીકેની ગિલની આ પ્રથમ શ્રેણી હતી, અને કમનસીબે ટીમ ઈન્ડિયાએ હાર સાથે તેની શરૂઆત કરી. ટીમની આ હારનું એક મુખ્ય કારણ કેપ્ટન તરીકે શુભમન ગિલનું બેટિંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ જવું માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા સામે ગિલનો બેટિંગ ફ્લોપ શો
શુભમન ગિલ ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરે છે અને તેવામાં તેમનું ફોર્મ ગુમાવવું ટીમને મોંઘુ પડ્યું. ત્રણેય મેચમાં ઓપનર તરીકે ગિલે શરૂઆતમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે મધ્યમ ક્રમના બેટ્સમેનો પર વધારાનું દબાણ આવ્યું. ગિલ આખી શ્રેણીમાં 50 રન પણ બનાવી શક્યા નહીં.
- પ્રથમ ODI (પર્થ): આ મેચમાં રોહિત શર્મા 8 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે કેપ્ટન ગિલે 18 બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા. ગિલ, રોહિત અને વિરાટ કોહલી સહિતની ત્રણ વિકેટ માત્ર નવ ઓવર માં પડી જતાં ટીમ શરૂઆતમાં જ બેકફૂટ પર આવી ગઈ હતી.
- બીજી ODI: ભારતે 266 રન ના લક્ષ્યાંકનો પીછો કરવાનો હતો, પરંતુ કેપ્ટન ગિલ આ મેચમાં પણ માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
- ત્રીજી ODI: આ મેચમાં ગિલ થોડા સારા ફોર્મમાં દેખાયા હતા. તેમણે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 બોલમાં 24 રન બનાવ્યા હતા, પરંતુ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
આમ, કેપ્ટન શુભમન ગિલે ત્રણ મેચમાં માત્ર 43 રન બનાવ્યા હતા, જે તેના કદના બેટ્સમેન માટે અત્યંત નિરાશાજનક પ્રદર્શન ગણાય.
ટેસ્ટ અને વનડે કેપ્ટનશીપના પ્રદર્શનમાં મોટો વિરોધાભાસ
ભારતીય ટીમ મેનેજમેન્ટને શુભમન ગિલ પાસેથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કરેલા પ્રદર્શન જેવી જ અપેક્ષા હતી. ગિલને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માં પણ ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે શ્રેણીમાં ગિલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો, જ્યાં તેણે પાંચ ટેસ્ટ માં 754 રન બનાવ્યા હતા. જોકે, ODI કેપ્ટન તરીકે તેની શરૂઆતની શ્રેણીમાં તેનું પ્રદર્શન તેના ટેસ્ટ કેપ્ટનશીપના પ્રદર્શનથી તદ્દન વિપરીત અને નિરાશાજનક રહ્યું છે. ટીમની હાર છતાં, રોહિત શર્માના શાનદાર પ્રદર્શનને કારણે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.




















