IND vs AUS: કેપ્ટન તરીકે પ્રથન વનડેમાં હાર મળ્યા બાદ શુભમન ગિલે જોવા મળ્યો નિરાશ, હાર માટે કોને ગણાવ્યા જવાબદાર?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ રવિવારે પર્થમાં રમાયેલી પ્રથમ ODI માં હારનો સ્વાદ ચાખ્યો છે. વરસાદના કારણે આ મેચને 26 ઓવરની કરવામાં આવી હતી.

IND vs AUS: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ODI મેચ હાર સાથે શરૂ કરી છે. પર્થમાં રમાયેલી આ વરસાદથી વિક્ષેપિત મેચમાં ઓસ્ટ્રેલિયાએ DLS પદ્ધતિ હેઠળ ભારતને 7 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ વનડે રમી રહેલો શુભમન ગિલ ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. હારનું મુખ્ય કારણ જણાવતા ગિલે પાવરપ્લેમાં ગુમાવેલી 3 વિકેટો ને દોષ આપ્યો હતો, પરંતુ સાથે જ સંતોષ વ્યક્ત કર્યો કે ટીમે 26 ઓવરમાં 130 રનનો લક્ષ્યાંક હોવા છતાં મેચને અંત સુધી લડાવી. ભારત માટે આ 2025ની પહેલી ODI હાર હતી, જેણે સતત આઠ જીતનો સિલસિલો તોડ્યો. ઑસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે 46 રન* બનાવીને ટીમને 21.1 ઓવરમાં જીત અપાવી હતી.
પર્થમાં ભારતની હાર: ગિલની કપ્તાનીમાં પ્રથમ નિષ્ફળતા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ રવિવારે પર્થમાં રમાયેલી પ્રથમ ODI માં હારનો સ્વાદ ચાખ્યો છે. વરસાદના કારણે આ મેચને 26 ઓવરની કરવામાં આવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 136 રન બનાવ્યા હતા, પરંતુ DLS પદ્ધતિ હેઠળ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક મળ્યો, જે તેમણે માત્ર 21.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
કેપ્ટન તરીકે પોતાની પહેલી વનડે હાર્યા બાદ શુભમન ગિલ નિરાશામાં ડૂબેલો જોવા મળતો હતો, પરંતુ તેણે હારનો દોષ સીધો કોઈ ખેલાડીને આપવાના બદલે પાવરપ્લેની નબળી શરૂઆતને આપ્યો. હાર બાદના નિવેદનમાં ગિલે કહ્યું, "પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવવી ક્યારેય સરળ હોતી નથી. તમે હંમેશા મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરો છો." જોકે, તેણે સકારાત્મકતા સાથે ઉમેર્યું કે, "અમે આ મેચમાંથી ઘણું શીખ્યા છીએ. અમે 26 ઓવરમાં 130 રનનો બચાવ કરીને મેચને ઊંડાણમાં લઈ ગયા, તેથી અમે તેનાથી સંતુષ્ટ છીએ." ગિલની આ હાર વર્ષ 2025માં ભારતની પ્રથમ ODI હાર હતી, જેના કારણે ટીમનો સતત આઠ જીતનો સિલસિલો તૂટ્યો.
મિશેલ માર્શનો વિજય અને ચાહકોને પ્રેરણા આપવાની વાત
શુભમન ગિલે આ હાર છતાં મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહેલા ભારતીય ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, "અમે ભાગ્યશાળી છીએ કે અમે જ્યાં પણ રમીએ છીએ, ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આશા છે કે, તેઓ એડિલેડમાં પણ અમને ઉત્સાહિત કરશે."
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની જીતના હીરો અને કેપ્ટન મિશેલ માર્શે પોતાની ટીમને વિજય અપાવ્યો હતો, જેણે અણનમ 46 રન બનાવ્યા હતા. માર્શે જીત બાદ કહ્યું કે હવામાને મેચમાં પોતાની ભૂમિકા ભજવી હતી અને DLS હેઠળ 131 રનના લક્ષ્યનો પીછો કરવો પડકારજનક હતો, કારણ કે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. માર્શે ભારપૂર્વક કહ્યું, "અમને ખબર હતી કે બંને ટીમો માટે આવું જ હશે, તેથી લક્ષ્ય સુધી પહોંચવું થોડું મુશ્કેલ હતું. મને અમારા યુવા ખેલાડીઓ પર ગર્વ છે જેઓ મેદાનમાં ઉતર્યા અને અમને જીત અપાવી." ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.




















