શોધખોળ કરો
Advertisement
ભારતીય ક્રિકેટ ટીમના ક્યા 6 ક્રિકેટર BCCIના ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેતાં ટીમમાંથી કાઢી મૂકાય એવો ખતરો?
બીસીસીઆઇના નવા ફિટનેસ ટેસ્ટમાં ખેલાડીઓને 8 મિનીટ 15 સેકન્ડમાં 2 કિલોમીટરની રેસ પુરી કરવાની છે. પરંતુ 6 ખેલાડીઓ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝ પહેલા નવા ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યાં છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમીટેડ ઓવર સીરીઝ પહેલા બીસીસીઆઇનો નવો ફિટનેસ ટેસ્ટ એકવાર ફરીથી ચર્ચામં આવી ગયો છે. બીસીસીઆઇએ તાજેતરમાંજ યો યો ટેસ્ટ ઉપરાંત ખેલાડીઓની સામે વધુ એક નવો ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો પડકાર મુક્યો છે.
બીસીસીઆઇના નવા ફિટનેસ ટેસ્ટમાં ખેલાડીઓને 8 મિનીટ 15 સેકન્ડમાં 2 કિલોમીટરની રેસ પુરી કરવાની છે. પરંતુ 6 ખેલાડીઓ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝ પહેલા નવા ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇએ 20 ખેલાડીઓને નવા ફિટનેસ ટેસ્ટ માટે બોલાવ્યા હતો. જેમાં સંજૂ સેમસન, ઇશાન કિશન, રાહુલ તેવટિયા, નિતેશ રાણા, સિદ્વાર્થ કૌલ અને જયદેવ ઉનડકટ બીસીસીઆઇના નવા ફિટનેસ ટેસ્ટને પાસ નથી કરી શક્યા.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ ખેલાડીઓને આ પહેલા નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટેનેસ ટેસ્ટ માટે બોલવવામાં આવ્યા હતા. જોકે આ ટેસ્ટ પહેલીવાર લેવામાં આવ્યો એટલા માટે તમામ ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો બીજો એક મોટો આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement