(Source: ECI/ABP News/ABP Majha)
Pathum Nissanka: શ્રીલંકાના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, પોતાના દેશ માટે વનડેમાં પહેલી બેવડી સદી ફટકારી
Pathum Nissanka Double Century: પથુમ નિસાન્કાએ અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ઈતિહાસ રચ્યો હતો. નિસાન્કાએ 139 બોલમાં 20 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 210* રનની ઇનિંગ રમી હતી
Pathum Nissanka Double Century: પથુમ નિસાન્કાએ અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ઈતિહાસ રચ્યો હતો. નિસાન્કાએ 139 બોલમાં 20 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 210* રનની ઇનિંગ રમી હતી, જેની સાથે તે શ્રીલંકા માટે ODI ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો.
Pathum Nissanka becomes the first-ever Sri Lanka batter to score a Men's ODI double hundred 🎉#SLvAFG pic.twitter.com/1VxXk664SQ
— ICC (@ICC) February 9, 2024
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વનડે પલ્લેકેલેમાં રમાઈ રહી છે, જેમાં પથુમ નિસાન્કાએ શાનદાર બેવડી સદી ફટકારી હતી. ઓપનિંગમાં આવેલ નિસાન્કા અંત સુધી અણનમ રહી હતી. એટલે કે તેણે પુરી 50 ઓવર બેટિંગ કરી. કોઈ અફઘાન બોલર નિસાન્કાને આઉટ કરી શક્યો ન હતો, તેની સામે બધા લાચાર દેખાતા હતા. શ્રીલંકાના ઓપનરે તેની બેવડી સદી પહેલા માત્ર 87 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. નિસાન્કાની વનડે કરિયરની આ ચોથી સદી હતી. અફઘાનિસ્તાન સામે તેના બેટથી આ તેની પ્રથમ સદી હતી.
શ્રીલંકાએ 381/3 રન બનાવ્યા
આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે ખોટો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલા શ્રીલંકાએ 50 ઓવરમાં 381/3 રન બનાવ્યા હતા. આ દરમિયાન બેવડી સદી ફટકારનાર નિસાન્કા ટીમ માટે ટોપ સ્કોરર રહ્યો હતો. આ સિવાય અવિષ્કા ફર્નાન્ડોએ 88 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
ઓપનરે પ્રથમ વિકેટ માટે 182 (160 બોલ) રન જોડ્યા હતા
પથુમ નિસાન્કા અને અવિષ્કા ફર્નાન્ડોએ શ્રીલંકાને શાનદાર શરૂઆત અપાવી હતી જ્યારે તેઓ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 182 (160 બોલ) રન જોડ્યા હતા. આ પછી કેપ્ટન કુસલ મેન્ડિસ અને નિસાન્કાએ બીજી વિકેટ માટે 43 (54 બોલ)ની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ત્રીજી વિકેટ માટે પથુમ નિસાન્કાએ સદિરા સમરવિક્રમા સાથે મળીને 120 રન (71 બોલ)ની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ચોથી વિકેટ માટે ચરિથ અસલંકા અને પથુમ નિસાન્કા વચ્ચે 36* (17 બોલ)ની અણનમ ભાગીદારી થઈ હતી. આ દરમિયાન અફઘાન બોલરો ફ્લોપ રહ્યા હતા. ટીમ તરફથી ફરીદ અહેમદ મલિકે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન ફરીદે 9 ઓવરમાં 79 રન આપ્યા હતા. બાકીની એક વિકેટ મોહમ્મદ નબીને ગઈ.