શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મજૂરી કરનારનો દીકરો ટીમ ઇન્ડિાયમાં જોડાયો, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 સીરીઝમાં જોવા મળશે
સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમતા 16 વિકેટ મેળવી હતી અને પોતાની ટીમના પ્લેઓફ સુધી પહોંચાડી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી યોર્કર કિંગ તરીકે પણ ટી નટરાજનની ખૂબ ચર્ચા થઈ. ધોનીની વિકેટ લેતા જ તેનું નામ બધાના મોઢા પર આવી ગયું હતું. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા નટરાજનની પસંદગી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ થનારી ટી20 સીરીઝ માટે થઈ છે.
ટી નટરાજને સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમતા 16 વિકેટ મેળવી હતી અને પોતાની ટીમના પ્લેઓફ સુધી પહોંચાડી હતી. નટરાજની શાનદાર યોટર્કર્સે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેમણે ધોની જેવા દિગ્ગજ બેટ્સમેનને પણ હેરાન કર્યા હતા. અંતિમ ઓવર્સમાં નટરાજન પોતાની ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો. આ વર્ષે આઈપીએલમાં નટરાજને સૌથી વધારે યોર્કર્સ ફેંક્યા.
ટી નટરાજને આજે ટીમ ઇન્ડિયાની નવી જર્સીમાં પોતાની તસવીર ટ્વીટ કરી. તેમાં તેણે લખ્યું સપનાઓ પર વિશ્વાસ રાખો. નટરાજનનું ટીમ ઇન્ડિયામાં સામેલ થું મુશ્કેલ સપનું સાચું થવા બરાબર છે. નટરાજન તામિલનાડુના એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના માતા મજૂરી કરી ઘર ચલાવતા હતા. નટરાજન ટેનિસ બોલથી ક્રિકેટ રમતા હતા. તેમના બોલિંગ કોચ જયપ્રકાશની નજર આ ટેલેન્ટેડ બોલર પર પડી. નટરાજનને તામિલનાડુ પ્રીમીયર લીગમાં રમવાની તક મળી. ત્યાર બાદ નટરાજને પાછળ વળીને નથી જોયું.
તામિલનાડુ માટે 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમતા નટરાજને 27 વિકેટ ઝડપી હતી. વિતેલા વર્ષે પંજાબ સુપરકિંગ્સે નટરાજનને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ વર્ષે પંજાબે તેમને રિલીઝ કર્યો. હૈદ્રાબાદે તેમને 40 લાખની કિંમતમાં ખરીદ્યો. નટરાજન હૈદ્રાબાદ માટે ફાયદાની ડીલ સાબિત થયો. પોતાના પ્રદર્શનથી પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી અને ખુદને પણ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું.That special feel of wearing this special jersey #TeamIndia #TrustInDreams pic.twitter.com/XWD3JAjHHy
— Natarajan (@Natarajan_91) November 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion