Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay Service: રાજ્યમાં હવામાનમાં જબરદસ્ત રીતે પલટો આવ્યો છે, જેના કારણે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે
Girnar RopeWay Service: ગિરનાર પર્વત પરની રૉપ-વે સર્વિસને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે. રૉપ-વેની બંધ કરવામાં આવી છે. રૉપ-વે ઓથોરિટીએ આ નિર્ણય પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને લીધો છે. રાજ્યમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે, સાથે-સાથે ભારે પવનો પણ ફૂંકાઇ રહ્યાં છે.
ગિરનાર પર્વત પર ચાલુ રૉપ-વે સર્વિસને બંધ કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હવામાનમાં જબરદસ્ત રીતે પલટો આવ્યો છે, જેના કારણે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. અત્યારે ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, જેના કારણે તંત્રએ રૉપ-વે સેવાને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાને લઈ રૉપ-વે ઓથોરિટીએ આ નિર્ણય લીધો છે. જોકે, વાતાવરણ અનુકૂળ થતા રૉપ-વે સેવાને ફરી શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં કમોસમી વરસાદની સાથે હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૉપ-વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રૉપ-વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.
રૉપ-વે બંધ કરાતા પ્રવાસીઓને હાલાકી -
જૂનાગઢ જિલ્લાના ગિરનાર રૉપ-વે બંધ કરાયો છે. ભારે પવનને લઈ સૌથી મોટો નિર્ણય લેવાયો છે. ગિરનાર પર્વત પર 60 કિમીથી વધુ ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રૉપ-વે ફરી શરૂ કરાશે. ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રૉપ-વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રૉપ-વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.
ઠંડીનું જોર વધવાની શક્યતા
ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તેને જોતા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ સવારે અને સાંજ પછીના સમયમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં, ઉત્તરાયણ નજીક આવે ત્યારે ફરી એકવાર ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ માવઠાની આશંકા નથી. પરંતુ આગામી ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળશે નહીં. આ સાથે ગુજરાતીઓ ઠંડા પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. આપને જણાવીએ કે, ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં પવનની ગતિ પણ મોટો ભાગ ભજવી રહી છે.
આ પણ વાંચો
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...