Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Winter Alert: આગામી દિવસોમાં ઠંડીનો એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. આજથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે
Winter Alert: જાન્યુઆરી મહિનો શરૂ થઇ ગયો છે, અને રાજ્યભરમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે, ઉત્તરાયણ પહેલા હવે ફરી એકવાર મોટું મોજુ ફરી વળશે. હવામાન વિભાગ અને આગાહીકારોએ નવા વર્ષમાં ફરી એકવાર ઠંડીની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, જાન્યુઆરીમાં ઠંડી વધશે, હવે રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યાં છે.
માહિતી પ્રમાણે, રાજ્યમાં ફરી એકવાર હાડ ગાળતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનો એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. આજથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. લઘુતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડાની આગાહી કરવામાં આવી છે. રવિવારે 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ઉત્તરાયણ પહેલા રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સંભવાના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, જાન્યુઆરીમા અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લૉ પ્રેશર બનવાની શક્યતા છે. આગામી 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાથી ગુજરાતના હવામાનમાં ફેરફારો થઈ શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આમ થવાથી દિવસનું જે મહત્તમ તાપમાન હાલ ચાલી રહ્યું છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આમ નવા વર્ષની શરુઆત સાથે પહેલા અઠવાડિયામાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.
રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.
આ પણ વાંચો
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન