(Source: ECI/ABP News/ABP Majha)
કોહલીને વન-ડે ટીમના કેપ્ટનપદેથી કાઢી મૂકવાનો નિર્ણય કોણે લીધો ? BCCI પ્રમુખ ગાંગુલીએ કર્યો મોટો ધડાકો
ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે.
નવી, દિલ્લીઃ ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે. આ નિર્ણયને કારણે બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોહલીના કેટલાક ક્રિકેટ ચાહકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુલીએ આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું છે કે, કોહલીને વન ડે કેપ્ટન તરીકે દૂર કરીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાનો નિર્ણય પોતાનો કે બીજા કોઈના એકલાનો નથી પણ રાષ્ટ્રીય પસંદગીકારો અને બીસીસીઆઇએ ભેગા મળીને લીધો છે.
કોહલીએ ટી-20 ટીમની કેપ્ટન્સી સ્વેચ્છાએ છોડી દીધી હતી. એ પછી તેને વન ડે કેપ્ટન તરીકે પણ દૂર કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. આ અટકળ સાચી પડી છે અને ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાઈ છે. એક મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઇએ કોહલીને સ્વેચ્છાએ વન ડે કેપ્ટન્સી છોડી દેવા માટે જણાવી દીધું હતુ અને આ માટે તેને બે દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. જો કે કોહલી વન ડે કેપ્ટન્સી છોડવા તૈયાર નહતો અને આ જ કારણે બીસીસીઆઇએ રોહિત શર્માને વન ડે ટીમનો કેપ્ટન જાહેર કરીને કોહલીને રવાના કરી દીધો હતો.
છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇ અને કોહલીના સંબંધો બગડ્યા છે. કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પૂરો થાય એ સાથે તેની સાથે ટી-20ના કેપ્ટનપદેથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી હતી. કોહલીના માનીતા એવા કોચ રવિ શાસ્ત્રીની ટર્મ પણ ટી-20૦ વર્લ્ડ કપ સાથે પૂર્ણ થઈ હતી. બીસીસીઆઈએ ટી-૨૦ વર્લ્ડ કપની ટીમના મેન્ટર તરીકે ધોનીનું નામ જાહેર કરીને આશ્ચર્ય સર્જ્યું હતું. જો કે ટી-૨20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે નાલેશીભર્યો પરાજય થયો હતો અને આખરે ટીમ ઈન્ડિયા સુપર-10માંથી જ બહાર ફેંકાઈ હતી.
હવે 2023માં વન ડેનો વર્લ્ડ કપ ભારતની ભૂમિ પર રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં કેપ્ટન્સી કરવાની કોહલીની ઈચ્છા હતી પણ બીસીસીઆઇ અને પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયા માટે અલગ આયોજન કરી રાખ્યું હતુ.