શોધખોળ કરો
હવે એક જ વર્ષમાં બે વાર રમાશે IPL, ગાંગુલીએ ગોઠવ્યો આ ખાસ પ્લાન, જાણો વિગતે
ગાંગુલીના મતે આનાથી આઇપીએલની બ્રાન્ડિંગ પણ કરી શકાશે અને સાથે સાથે બીસીસીઆઇને નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ નવો તખ્તો ગોઠવી નાંખ્યો છે, ગાંગુલી ઇચ્છે છે કે આઇપીએલની જે મિની આઇપીએલ ટૂર્નામેન્ટ પણ રમાઇ. બીસીસીઆઇ અધ્યક્ષે આ માટે પોતાનો નવો પ્લાન રજૂ કર્યો છે અને તેના પર હાલ ચર્ચા ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગયા મહિને આઇપીએલ ગવર્નિગ કાઉન્સિંલની બેઠકમાં મિની આઇપીએલને લઇને ચર્ચા થઇ હતી. આ પ્લાનનો પ્રસ્તાવ સૌરવ ગાંગુલીએ મુક્યો હતો. બીસીસીઆઇ અધ્યક્ષનુ માનવુ છે કે મિની આઇપીએલ ટૂર્નામેન્ટ બંધ પડી ગયેલી ચેમ્પિયન લીગની જગ્યાએ ગોઠવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન લીગ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં 15-20 દિવસ માટે રમાતી હતી, પણ 2014થી આને બંધ કરી દેવામાં આવી છે. આવામાં આ સમયગાળામાં ગાંગુલીના મતે એક મિની આઇપીએલ ટૂર્નામેન્ટ રમાડાઇ શકાય છે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો વર્ષમાં બે વાર આઇપીએલ રમાશે.
ગાંગુલીના મતે આનાથી આઇપીએલની બ્રાન્ડિંગ પણ કરી શકાશે અને સાથે સાથે બીસીસીઆઇને નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement