શોધખોળ કરો

SA vs WI: સાઉથ આફ્રીકાએ માત્ર 29.3 ઓવરમાં રન ચેઝ કરી રચ્યો ઈતિહાસ, તોડ્યો પોતાનો જૂનો રેકોર્ડ

સાઉથ  આફ્રિકાએ શ્રેણીની ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Cricket South Africa Stats: સાઉથ  આફ્રિકાએ શ્રેણીની ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, દક્ષિણ આફ્રિકાએ માત્ર 29.3 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ODI ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઝડપી 250 રન ચેઝ છે. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ 8.94 રન પ્રતિ ઓવરના સ્કોરથી જીતી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

દક્ષિણ આફ્રિકાએ તેનો જૂનો રેકોર્ડ તોડ્યો

આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 8.78 રન પ્રતિ ઓવરના સ્કોરથી મેચ જીતી હતી. ODI ક્રિકેટમાં આ સાઉથ આફ્રિકાનો સૌથી ઝડપી 250 રનનો પીછો હતો, પરંતુ હવે આ ટીમે તેનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  ઓસ્ટ્રેલિયા સામેની તે મેચમાં દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે રેકોર્ડ 438 રન બનાવવાના હતા પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ જીતી લીધી હતી. આ સિવાય આ ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ છે.

બીજી તરફ આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 48.2 ઓવરમાં 260 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બ્રેન્ડન કિંગે સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. આ સિવાય નિકોલસ પૂરને 39 રન બનાવ્યા હતા. જ્યારે જેસન હોલ્ડરે 36 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જોન્સેન, જોર્ન ફોર્ટન અને ગેરાલ્ડ કોટજીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે લુંગી એન્ગિડી, વેઈન પાર્નેલ અને એડમ માર્કરામને 1-1 સફળતા મળી હતી. 

IPL 2023 New Rules: ગત સીઝનથી કેટલી અલગ હશે આ વર્ષની આઇપીએલ? 

આઈપીએલની 16મી સીઝન આઈપીએલની અન્ય તમામ સીઝનથી ઘણી અલગ હશે. IPL 2023માં ઘણા નવા નિયમો સામેલ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ ટૂર્નામેન્ટનો ઉત્સાહ પહેલા કરતા વધી જશે. આ વર્ષે દર્શકોને IPL ફોર્મેટથી લઈને DRS સિસ્ટમ સુધીની દરેક બાબતમાં ફેરફાર જોવા મળશે.

 IPL 2023 ફોર્મેટ

-IPLની 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.

-ગ્રુપ્સને નિર્ધારિત કરવા માટે રેન્ડમ ડ્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે નક્કી કરે છે કે બે જૂથોમાંની દરેક ટીમ કઈ ટીમ સામે એક વખત અને કોની સામે બે વખત રમશે.

-ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ તેના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે બે વખત રમશે (એક હોમગ્રાઉન્ડ અને એક અન્ય સ્થળે રમશે), બીજા ગ્રુપની ચાર ટીમો પ્રત્યેક એક વખત અને બાકીની ટીમ 2 મેચમાં રમશે. આ રીતે દરેક ટીમ 14 મેચ રમશે.

-IPL પોઈન્ટ ટેબલની વાત કરીએ તો વિજેતા ટીમને 2 પોઈન્ટ મળશે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે અને પછી જો મેચ ડ્રોમાં સમાપ્ત થાય અથવા પરિણામ ન આવે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.

-પ્લેઓફ ગ્રુપની મેચો એ જ રીતે યોજાશે જેવી રીતે અગાઉ યોજાતી હતી.

IPL 2023ના નવા નિયમો

-બીસીસીઆઈએ આઈપીએલની આ સીઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નવો અને મજેદાર નિયમ બનાવ્યો છે. આ નિયમ ટીમની હાર અને જીતમાં મોટો ફરક લાવી શકે છે.

-આ નવા નિયમ હેઠળ ટોસ સમયે ટીમે તેમની પ્લેઈંગ ઈલેવન સાથે 4 વૈકલ્પિક ખેલાડીઓના નામ આપવાના રહેશે. મેચ દરમિયાન કેપ્ટન તે 4 ખેલાડીઓમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કેપ્ટન 4 વૈકલ્પિક ખેલાડીઓમાંથી કોઈપણ એકને પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈપણ એક ખેલાડી સાથે બદલી શકે છે.

-બદલાયેલ ખેલાડી ફરીથી કોઈપણ સ્વરૂપે મેચમાં ભાગ લઈ શકશે નહીં. રિપ્લેસ પ્લેયરને વૈકલ્પિક ફિલ્ડર તરીકે પણ મેચમાં સામેલ કરી શકાય નહીં.

-ઈમ્પેક્ટ પ્લેયર કેપ્ટનશીપ કરી શકતો નથી.

-રિટાયર્ડ હર્ટ પ્લેયરની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર પણ બેટિંગ કરવા આવી શકે છે.

-બંને ટીમો દરેક મેચમાં ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકે છે.

-જો ટીમમાં 4 વિદેશી ખેલાડી રમતા હોય તો વિદેશી ખેલાડીનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget