શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે રદ્દ થઇ વધુ એક ક્રિકેટ સીરીઝ, દક્ષિણ આફ્રિકાની ટીમે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ પડતો મુક્યો
દક્ષિણ આફ્રિકાની ટીમ વનડે સીરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે આવવાની હતી. વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે વનડે સીરીઝ આ મહિનાના અંતમાં રમાવવાની હતી
નવી દિલ્હીઃ કોરોના વાયરસની માર વધુ એક ક્રિકેટ સીરીઝ પર પડી છે, કોરોનાના કારણે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાનારી વનેડે સીરીઝને રદ્દ કરી દેવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ વનડે સીરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે આવવાની હતી. વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે વનડે સીરીઝ આ મહિનાના અંતમાં રમાવવાની હતી.
પ્રવાસની શરૂઆત આ મહિનાના અંતથી જમૈકા અને ત્રિનિદાદમાં થવાની હતી. આ ઉપરાંત ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝ અને ક્રિકે દક્ષિણ આફ્રિકા જૂનમાં પુરુષ -એ ટીમની વચ્ચે રમાનારી સીરીઝને પણ સ્થગિત કરવા પર પણ સહમત થઇ ગયા છે.
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પાંચ મેચોની વનડે સીરીઝ રમવાની હતી, આ સીરીઝ જુલાઇમાં રમાનારી વર્લ્ડકપ ક્વૉલિફાયર પહેલા રમાવવાની હતી, પણ આસીસીએ કોરોના વાયરસના કારણએ વર્લ્ડકપ ક્વૉલિફાયરને પણ મંગળવારે સ્થગિત કરવાનો નિર્ણય લઇ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement