RCB captain Virat Kohli: આઉટ થયા બાદ ગુસ્સામાં બેટથી ખુરશીને મારવાનું કોહલીને ભારે પડ્યું, મેચ રેફરીએ શું આપી વોર્નિંગ ? જાણો
આ મેચમાં કોહલી જેસન હોલ્ડરની બોલ પર વિજય શંકર (Vijay Shankar)ના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે કોહલી પેવેલિયન જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની બેટથી ખુરશીને જોરથી માર્યું હતું. કોહલી આઉટ થયા બાદ જબરજસ્ત ગુસ્સે ભરાયો હતો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હહ્યો છે.
IPL 2021: ઈન્ડિયન પ્રીમયિર લીગ (IPL 2021) ની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ( RCB)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 6 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે આરસીબી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આ મેચમાં વિરાટ કોહલી ( Virat Kohli) એ 29 બોલમાં 33 રન બનાવ્યા હતા. કોહલી આઉટ થતા જ ગુસ્સે ભરાયો હતો અને પેવેલિયનમાં બેટ વડે જોરથી ખુરશીને માર્યું હતું. આ રીતે ગુસ્સો કાઢવા પર વિરાટને મેચ બાદ વોર્નિંગ મળી છે.
આ મેચમાં કોહલી જેસન હોલ્ડરની બોલ પર વિજય શંકર (Vijay Shankar)ના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે કોહલી પેવેલિયન જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની બેટથી ખુરશીને જોરથી માર્યું હતું. કોહલી આઉટ થયા બાદ જબરજસ્ત ગુસ્સે ભરાયો હતો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હહ્યો છે.
IPLના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીએ આઈપીએલ કોડ ઓફ કંડક્ટના લેવલ 1 ઓફેન્સ 2.2નું ઉલ્લંઘન કર્યું છે. કોડ ઑફ કંડક્ટના લેવલ 1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ હોય છે.
કોહલીએ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવાની વાતને સ્વીકારી છે. આ મામલે હવે મેચ રેફરી નિર્ણય કરશે.
કોહલીએ 12.1 ઓવરમાં જ્યારે આઉટ થયો ત્યારે આરસીબીનો સ્કોર 91 હતો. તેના બાદ ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરતા 59 રન બનાવ્યા હતા અને આરસીબીને 149 રન સુધી પહોંચાડવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. કોહલીની ટીમ પ્રથમ બે મેચ જીતીને આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
કોહલી 14મી સીઝનમાં શરુઆતની બન્ને મેચ જીતી છે. 2009 બાદ આ પહેલીવાર છે જ્યારે કોહલીની ટીમે બે જીત સાથે આઈપીએલમાં પોતાના અભિયાનની શરુઆત કરી છે.