શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે પહેલીવાર રમાનારી આ ક્રિકેટ ટૂર્નામેન્ટ થઇ રદ્દ, જાણો ફરીથી ક્યાં ને ક્યારે રમાશે?
કોરોના વાયરસના સંક્રમણને લઇને લંકા પ્રીમિયર લીગને આ વખત માટે ટાળી દેવામાં આવી છે. ખાસ વાત છે કે લંકા પ્રીમિયર લીગનું આ વખતે પહેલીવાર આયોજન થવાનુ હતુ
નવી દિલ્હીઃ કોરોનાના કારણે આ વખતે ક્રિકેટને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટોની સાથે સાથે ડૉમેસ્ટિક અને લીગ મેચોની ટૂર્નામેન્ટોને પણ રદ્દ કરવી પડી છે. હવે આ લિસ્ટમાં વધુ એક લીગનુ નામ સામેલ થયુ છે. કોરોના વાયરસના સંક્રમણને લઇને લંકા પ્રીમિયર લીગને આ વખત માટે ટાળી દેવામાં આવી છે. ખાસ વાત છે કે લંકા પ્રીમિયર લીગનું આ વખતે પહેલીવાર આયોજન થવાનુ હતુ.
લંકા પ્રીમિયર લીગને રદ્દ કરવાના કારણે આઇપીએલને ફાયદો થશે, કેમકે અલગ અલગ ફ્રેન્ચાઇઝી ટીમોમાં જે શ્રીલંકાના ખેલાડીઓ છે, તે શરૂઆતથી જ દુબઇમાં આઇપીએલમાં રમી શકશે.
લંકા પ્રીમિયર લીગને રદ્દ કરવા અંગે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે, વિદેશથી આવ્યા બાદ 14 દિવસના જે ક્વૉરન્ટાઇન નિયમોનુ પાલન હાલ શ્રીલંકામાં કરવુ પડી રહી છે, તેનાથી વિદેશી ખેલાડીઓ માટે હાલ આ લીગામાં રમવુ ખુબ મુશ્કેલ થશે, અને એટલા માટે આલ લીગને આઇપીએલ બાદ નવેમ્બરમાં ઓયોજન કરવામાં આવશે.
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના કેટલાય ખેલાડીઓ પણ આ લીગમાં રમવા માટે આવવાના હતા, જે ખેલાડીઓ શ્રીલંકામાં રમીને પછી આઇપીએલમાં રમવાના હતા, તે આઇપીએલના પહેલી એક બે મેચો માટે અનિશ્ચિત હતા. પરંતુ હવે આ ખેલાડીઓ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સંયુક્ત આરબ અમિરાત પહોંચી જશે. શરૂઆતથી આઇપીએલ રમશે અને સાથે ટૂર્નામેન્ટ પહેલા ટીમની સાથે પ્રેક્ટિસ પણ કરવાના છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી મળેલી માહિતી પ્રમાણે, લંકા પ્રીમિયર લીગમં કુલ પાંચ ટીમો ભાગ લેશે. આ લીગમાં ભાગ લેનારી પાંચ ટીમોના નામ કોલંબો, કેન્ડી, ગેલી, દાંબુલ અને જાફના શહેરોના નામ પરથી રાખવામાં આવશે. વળી, શ્રીલંકાના ટૉપ ખેલાડીઓ સહિત કુલ 70 ઇન્ટરનેશનલ ખેલાડી અને 10 દિગ્ગજ કૉચ પણ આ લીગમાં ભાગ લેશે. કહેવાઇ રહ્યુ છે કે 30 જુલાઇએ આ લીગ માટે ખેલાડીઓની હરાજીનુ આયોજન થશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે લંકા પ્રીમિયર લીગને લઇને સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, લીગની 23 મેચ પ્રેમદાસા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, રંગીરી ડંબુલુ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને સુરિયાવા મહિન્દ્રા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ સહિત ચાર આંતરરાષ્ટ્રીય સ્થાનો પર રમાશે. આમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement