શોધખોળ કરો
Advertisement
કૃણાલ-હાર્દિકને ક્રિકેટર બનાવવા હિમાંશુભાઈ કયું શહેર છોડીને વડોદરા આવેલા? ભારતના ક્યા ક્રિકેટરે કરી હતી મદદ?
હિમાંશુભાઈએ થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કિરણ મોરેએ બંને ભાઈઓને ક્રિકેટર બનાવવામાં આપેલા યોગદાનને પણ યાદ કર્યું હતું. હિમાંશુભાઇ પરિવાર સાથે સુરતમાં રહેતા હતા ત્યારે કૃણાલ-હાર્દિકને ઘરમાં રમાડતા
વડોદરાઃ ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાના નિધનથી પંડ્યા બંધુઓ ભયંકર આઘાતમાં છે. બંને ભાઈ પિતાની અત્યંત નજીક હતા ને હાર્દિક-કૃણાલને ક્રિકેટર બનાવવા તેમણે બહુ સંઘર્ષ કર્યો હતો. હિમાંશુભાઈ પરિવાર સાથે સુરત રહેતા હતા પણ બંને દીકરા ક્રિકેટર બને એટલે સુરત છોડીને વડોદરા આવી ગયા હતા. દીકરાને ક્રિકેટર બનાવવા હિમાંશુભાઈ રોજ 50 કિલોમીટર બાઈક ચલાવીને જતા હતા.
હિમાંશુભાઈએ થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કિરણ મોરેએ બંને ભાઈઓને ક્રિકેટર બનાવવામાં આપેલા યોગદાનને પણ યાદ કર્યું હતું. હિમાંશુભાઇ પરિવાર સાથે સુરતમાં રહેતા હતા ત્યારે કૃણાલ-હાર્દિકને ઘરમાં રમાડતા. હિમાંશુભાઈ બંને ભાઈ સામે ઘરની અંદર બોલિંગ કરતા. બંને ભાઈ મોટા શોટ રમતા હતા. તેમની બેટિંગ જોઈને હિમાંશુભાઈ તેમને સુરતની રાંદેર જીમખાનામાં પ્રેક્ટિસ કરવા લઇ ગયા હતા. ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરે મેનેજર તેમને મેચ દરમિયાન બેટિંગ કરના જોયા હતા. મોરેના મેનેજરે મોરેને વાત કરતાં તેમણે પંડ્યા પરિવારને વડોદરા આવવાનું કહ્યું. હિમાંશુભાઈ કૃણાલને 15 દિવસ પછી વડોદરા લઈ ગયા અને તેની પ્રેક્ટિસ શરૂ થઈ.
હિમાંશુ પંડ્યા કૃણાલને વડોદરામાં મેચ રમવા લઇ જતા ત્યારે દરરોજ 50 કિ.મી. બાઇક ચલાવતા હતા અને ગ્રાઉન્ડ પર દીકરાને મૂકીને બેસી રહેતા.
(ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion