(Source: ECI/ABP News/ABP Majha)
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેન (49)નો મુખ્યમંત્રી તરીકે આ ચોથો કાર્યકાળ હશે.
ઝારખંડને આજે 14માં મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. હેમંત રાંચીના મોરહાબાદી ગ્રાઉન્ડમાં રાજ્યના 14મા સીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, શરદ પવાર અને મમતા બેનર્જી સહિત ઇન્ડિયા બ્લોકના ઘણા દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે.
STORY | Ranchi city schools to remain shut on Thursday in view of swearing-in of Hemant govt
— Press Trust of India (@PTI_News) November 28, 2024
READ: https://t.co/i5z4br1wEM pic.twitter.com/aMIxIBZ7xA
ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર ગુરુવારે સાંજે 4 વાગ્યે હેમંત સોરેનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેન (49)નો મુખ્યમંત્રી તરીકે આ ચોથો કાર્યકાળ હશે. સોરેને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 39,791 મતોના માર્જિનથી ભાજપના ગમલિયાલ હેમ્બ્રોમને હરાવીને બરહટ બેઠક જાળવી રાખી હતી. જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધને 81 સભ્યોની વિધાનસભામાં 56 બેઠકો મેળવીને જીત મેળવી હતી, જ્યારે ભાજપના નેતૃત્વવાળી એનડીએને 24 બેઠકો મળી હતી.
હેમંત સોરેન એકલા શપથ લઈ શકશે
હેમંત સોરેને જીત બાદ પોતાના ભાષણમાં કહ્યું, 'અમારા નેતૃત્વ પર વિશ્વાસ કરવા બદલ હું ઝારખંડના લોકોનો આભારી છું. આ જીત લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને અમે તેને પૂર્ણ કરવા માટે કામ કરીશું. આ જનતાની જીત છે. હેમંત સોરેને લોકોને તેમના શપથ સમારોહમાં હાજરી આપવા માટે અપીલ કરી છે અને યુટ્યુબ લિંક પણ શેર કરી છે, જ્યાં કાર્યક્રમ લાઈવ જોઈ શકાય છે.
શપથ ગ્રહણને લઈને સમગ્ર રાંચી શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ખાસ ટ્રાફિક વ્યવસ્થાની સાથે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ અને ઝારખંડના પ્રભારી ગુલામ અહેમદ મીરે જણાવ્યું હતું કે સોરેન એકલા શપથ લે તેવી શક્યતા છે અને વિધાનસભામાં વિશ્વાસ મત પછી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
આ મહેમાનો હાજરી આપશે
શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મેઘાલયના સીએમ કોનરાડ કોંગકલ સંગમા, પંજાબના સીએમ ભગવંત માન, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, જમ્મુ અને કાશ્મીર પીડીપીના નેતા મહેબૂબા મુફ્તી, તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદય સ્ટાલિન, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર, RJD નેતા તેજસ્વી યાદવ, AAP નેતા મનીષ સિસોદિયા, AAP સાંસદ સંજય સિંહ અને લોકસભા સાંસદ પપ્પુ યાદવ સામેલ થશે.
આ પણ વાંચોઃ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ