(Source: ECI/ABP News/ABP Majha)
T20 વર્લ્ડ કપ કોણ હશે રોહિત શર્માનું 'બ્રહ્માસ્ત્ર'? સુનિલ ગાવસ્કરે આપ્યું ચોકાવનારું નામ
T20 World Cup: ટીમ ઈન્ડિયા હાલમાં ઈગ્લેન્ડના પ્રવાસે છે. ત્યાં ટેસ્ટ,વન જે અને ત્યાર બાદ ટી-20 રમશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયા આ વખતે કોઈ ખામી છોડવા માંગતી નથી.
T20 World Cup: ટીમ ઈન્ડિયા હાલમાં ઈગ્લેન્ડના પ્રવાસે છે. ત્યાં ટેસ્ટ,વન જે અને ત્યાર બાદ ટી-20 રમશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયા આ વખતે કોઈ ખામી છોડવા માંગતી નથી. આ એપિસોડમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે ફાસ્ટ બોલર હર્ષલ પટેલ T20 વર્લ્ડ કપ 2022માં સૌથી મોટો ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. સુનીલ ગાવસ્કર સિવાય દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે પણ તેની પ્રશંસા કરી છે.
ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વિશે વાત કરતાં મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે તેણે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ડેથ ઓવરોમાં પણ સ્લો બોલનો શાનદાર ઉપયોગ કર્યો હતો. આ કળા કોઈની પાસે નથી. ત્રીજી મેચમાં તેણે સમયસર વિકેટ લીધી હતી. જે બાદ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ખુલીને બેટિંગ કરી શક્યા ન હતા. તે એક સારો ઓલરાઉન્ડર બોલર પણ બની શકે છે. તે કોઈપણ ટીમ માટે ખાસ બની શકે છે. તે દબાણમાં સારો દેખાવ કરે છે અને મુશ્કેલ સમયમાં સમજી વિચારીને બોલિંગ કરે છે.
તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, તેણે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીની ચાર મેચમાં 7.23ના ઇકોનોમી રેટથી બોલિંગ કરીને 7 વિકેટ લીધી હતી. ગાવસ્કર ઉપરાંત સ્મિથે પણ હર્ષલના વખાણ કર્યા અને કહ્યું કે તેની પાસે T20 ક્રિકેટ માટે તમામ પ્રકારની કુશળતા છે. તે કોઈપણ ટીમ માટે સારું પ્રદર્શન કરી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમનું એક ગ્રુપ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓનું ગ્રુપ પહોંચ્યું છે. આ ટીમમાં કેપ્ટન રોહિશ શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, જસપ્રીત બુમરાહ, રવિંદ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ છે. જ્યારે ઋષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્ના પણ આ ટીમનો ભાગ છે. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની શરુઆત 1 જુલાઈના રોજ રમાનારી ટેસ્ટ મેચથી થશે. આ ટેસ્ટ મેચ પછી 7 જુલાઈથી ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાશે. રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ સામેની આ ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હોઈ શકે છે.