શોધખોળ કરો
Advertisement
BCCIનાં ડબલ સ્ટાન્ડર્ડ, કોહલીને પેટર્નિટી લીવ, ટેસ્ટ ટીમમાં નહીં હોવા છતાં પિતા બનેલા ક્રિકેટરને ઓસ્ટ્રેલિયામાં રોકી રાખ્યો, જાણો કોણ છે આ ખેલાડી ?
પૂર્વ કેપ્ટન અને દિગ્ગડજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે બોર્ડ પર અલગ અલગ ખેલાડીઓ માટે વિવિધ નિયમ લાગુ કરવાનો આરોપ લગાવવ્યો છે. તેમણે ટી નટરાજન અને કેપ્ટન કોહલીનું ઉદાહણ આપ્યું છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભૂંડી રીતે હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા આલોચકોના નિશાન પર છે. આ દરમિયાન પૂર્વ કેપ્ટન અને દિગ્ગડજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે બોર્ડ પર અલગ અલગ ખેલાડીઓ માટે વિવિધ નિયમ લાગુ કરવાનો આરોપ લગાવવ્યો છે. તેમણે ટી નટરાજન અને કેપ્ટન કોહલીનું ઉદાહણ આપ્યું છે.
કોહલી પ્રથમ વાર પિતા બનવાનો હોવાથી ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યો છે. જ્યારે ફાસ્ટ બોલર ટી નટરાજનને સ્પિનર વરુણ ચક્રવર્તીના સ્થાને ટી-20માં સામેલ કરવામાં આવ્યો હતો. આઈપીએલમાંથી તે સીધો ઓસ્ટ્રેલિયા રવાના થયો હતો. તેની પત્નીએ ગત મહિને બાળકને જન્મ આપ્યો હતો. ગાવસ્કરે પેટરનિટી લીવને લઇ ટીમ પર ભેદભાવનો આરોપ લગાવ્યો. તેમણે એક કોલમમાં લખ્યું, એક ખેલાડી, જેને નિયમ અંગે આશ્ચર્ય થયું હશે પરંતુ તેણે આ અંગે કોઇ શોર ન મચાવ્યો. કારણકે તે હજુ નવો છે અને તે છે ટી નટરાજન. તે પ્રથમ વખત પિતા બન્યો ત્યારે આઈપીએલની પ્લેઓફ રમાતી હતી. તેને કહેવામાં આવ્યું કે તમે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ માટે અહીંયા જ રહો પરંતું ટીમના સભ્ય તરીકે નહીં, એક નેટ બોલર તરીકે.
ગાવસ્કરે લખ્યું, જરા વિચારો, એક મેચ વિનર ભલે બીજા ફોર્મેટમાં હોય, તેને નેટ બોલર બનવા માટે કહેવાય છે. તેનો મતલબ કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ જ ઘરે પરત ફરશે અને દીકરીનો ચહેરો જોઈ શકશે. જ્યારે બીજી તરફ કેપ્ટન પ્રથમ બાળકના જન્મ પહેલા ટેસ્ટ સીરિઝ પડતી મુકીને ઘરે પરત ફર્યો છે.
કોહલીની ગેરહાજરીમાં રહાણે સીરિઝની બાકીની ત્રણ મેચની કેપ્ટનશિપ કરશે. કોહલી કહી ચુક્યો છે કે મને ભરોસો છે કે રહાણે શાનદાર કામ કરશે. પરંતુ આ વખતે રહાણેની કેપ્ટનશિપ અગ્નિ પરીક્ષાથી જરા પણ ઓછી નથી. રહાણે કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે.
કોરોનાને ફેલાતો રોકવા માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી, જાણો રિસર્ચમાં શું થયો મોટો ખુલાસો
વધુ એક ખતરનાક પ્રકારનો કોરોના વાયરસ દેખાયો, જાણો ક્યાંથી આવેલા દર્દીઓમાં દેખાયો આ વાયરસ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement