શોધખોળ કરો

Suryakumar Yadav: ટી20મા સૂર્યકુમારે રચ્યો વધુ એક ઈતિહાસ, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

Most Sixes For India In T20 Format: સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ફરી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

Most Sixes For India In T20 Format: સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ફરી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. જો કે રોહિત શર્મા ટોપ પર યથાવત છે. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ સૌથી વધુ સિક્સ ફટકારી છે. અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 123 સિક્સર ફટકારી છે. તે જ સમયે, આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા વિરાટ કોહલીના નામે 117 છગ્ગા છે. રોહિત શર્માએ 182 સિક્સ ફટકારી છે.

આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં સૂર્યકુમાર યાદવની ચોથી સદી

સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં તોફાની સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને પોતાની ઈનિંગમાં 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની આ ચોથી સદી છે. સૂર્યકુમાર યાદવ સિવાય રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલે ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં 4 વખત સદીનો આંકડો પાર કર્યો છે.

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો

તે જ સમયે, દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ છે. 29 રનમાં સતત બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના સ્કોરને 100ની પાર પહોંચાડ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 ઓવર પછી 1 વિકેટે 14 રન છે. દક્ષિણ આફ્રિકા તરફથી રીઝા હેનરિક્સ અને સુકાની એડન માર્કરામ ક્રિઝ પર છે. મેથ્યુ બ્રિટ્ઝકે 3 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેથ્યુ બ્રેત્ઝકેને મુકેશ કુમારે આઉટ કર્યો હતો.

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકી, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી અને નંદ્રે બર્ગર

ભારતનીપ્લેઇંગ-11

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget