શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન

Suryakumar Yadav return: ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ 2026 વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવની ફરી ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ બીસીસીઆઈએ આપ્યા સંકેત, જાણો વિગત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ટીમે શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ શ્રેણીઓ ગુમાવી, ખળભળાટ.
  • સૂર્યા 2026 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટનશીપથી હટાવાયા.
  • BCCI સૂત્ર મુજબ, ઘરેલુ પ્રદર્શનથી સૂર્યા વાપસી કરી શકે.
  • વર્લ્ડ કપ, IPLમાં સૂર્યાનું વ્યક્તિગત પ્રદર્શન નબળું રહ્યું.

Suryakumar Yadav T20 return: ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લો કેટલોક સમય અત્યંત નિરાશાજનક રહ્યો છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા પહેલા આયર્લેન્ડ સામેની 2 મેચની T20 શ્રેણી 0-2 થી અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની 5 મેચની મહત્વની T20 શ્રેણી 0-4 થી શરમજનક રીતે હારી ગઈ છે. સતત બે પ્રવાસમાં મસમોટી હારનો સામનો કરવો પડતા જ હવે ભારતીય ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે. આ કારમી હારના કારણે હવે પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ટીમ ઇન્ડિયામાં વાપસીને લઈને અટકળો ખૂબ જ તેજ થઈ ગઈ છે. ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર થયેલા સૂર્યા માટે આ હાર બાદ વાપસીના દરવાજા ફરી એકવાર ખુલતા દેખાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ જ ભારત 2026 નો T20 વર્લ્ડ કપ જીત્યું હતું. એમએસ ધોની અને રોહિત શર્મા પછી ભારતને આ પ્રતિષ્ઠિત ખિતાબ અપાવનાર સૂર્યા દેશનો ત્રીજો કેપ્ટન બન્યો હતો. જોકે, વર્લ્ડ કપ જીત્યા બાદ તરત જ તેને આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ શ્રેયસ ઐયરને કમાન સોંપાઈ હતી. એટલું જ નહીં, સૂર્યાને ટીમમાંથી પણ ડ્રોપ કરી દેવાયો હતો. પરંતુ હવે શ્રેયસની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન કથળતા જ પસંદગીકારો ફરીથી સૂર્યા તરફ નજર દોડાવી રહ્યા હોય તેમ લાગે છે.

સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, સૂર્યા માટે ટીમ ઇન્ડિયાના દરવાજા હજુ કાયમ માટે બંધ નથી થયા. BCCI ના એક વરિષ્ઠ સૂત્રના જણાવ્યા અનુસાર, સૂર્યકુમાર યાદવને સંપૂર્ણપણે બાજુ પર ધકેલી દેવામાં આવ્યો નથી. જો તે આગામી સમયમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરશે, તો તે બહુ જલ્દી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું સ્થાન પાછું મેળવી શકે છે.

આ પણ વાંચોઃ IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

જોકે, સૂર્યા માટે આ સફર એટલી સરળ પણ નથી, કારણ કે છેલ્લી કેટલીક મેચોમાં તેની ખરાબ બેટિંગ તેના માટે મુશ્કેલીનું કારણ બની છે. ભલે તેની કેપ્ટનશીપમાં ટીમ વર્લ્ડ કપ જીતી, પરંતુ તેનું વ્યક્તિગત પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. વર્લ્ડ કપની 9 મેચમાં તે માત્ર 242 રન જ બનાવી શક્યો હતો, જેમાં મોટાભાગના રન નાની ટીમો સામે આવ્યા હતા. આ સિવાય IPL 2026 માં પણ તેનું બેટ શાંત રહ્યું હતું, જ્યાં તેણે 13 મેચની 13 ઇનિંગ્સમાં 20.76 ની સામાન્ય સરેરાશથી માત્ર 270 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદી સામેલ હતી. હવે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે સૂર્યા ઘરેલુ ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને કમબેક કરી શકે છે કે નહીં.

આ પણ વાંચોઃ ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

Frequently Asked Questions

સૂર્યકુમાર યાદવની વાપસીની અટકળો કેમ તેજ બની છે?

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી હારી જતાં, સૂર્યકુમાર યાદવની વાપસીની અટકળો તેજ બની છે.

સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે કઈ સિદ્ધિ મેળવી હતી?

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ધોની અને રોહિત શર્મા પછી ભારતને આ ખિતાબ અપાવનાર ત્રીજો કેપ્ટન બન્યો હતો.

સૂર્યકુમાર યાદવની ટીમમાં વાપસી માટે શું શરતો છે?

BCCI સૂત્રો અનુસાર, જો સૂર્યકુમાર યાદવ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરશે, તો તે બહુ જલ્દી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન પાછું મેળવી શકે છે.

સૂર્યકુમાર યાદવને ટીમમાંથી કે કેપ્ટનશીપ પરથી કેમ હટાવવામાં આવ્યો હતો?

વર્લ્ડ કપ જીત્યા બાદ તેને આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટનશીપ પરથી હટાવી દેવાયો હતો અને તેની જગ્યાએ શ્રેયસ ઐયરને કમાન સોંપાઈ હતી. તેનું વ્યક્તિગત પ્રદર્શન નબળું રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget