શોધખોળ કરો

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

ICC Annual Meeting Updates: સ્કોટલેન્ડમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં વનડે ફોર્મેટ અને WTC અંગે લેવાયા મહત્વના નિર્ણયો, મોરેશિયસ બન્યો ICC નો 111મો સભ્ય દેશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICC બેઠકમાં વનડે ઓવર ઘટાડવાનો પ્રસ્તાવ અમાન્ય રહ્યો.
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા 9 યથાવત રહેશે.
  • યુએસએ અને કેનેડા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ યથાવત.
  • મોરેશિયસ ICC નો 111મો એસોસિયેટ સભ્ય દેશ બન્યો.

ICC Annual Meeting Updates: સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ ખાતે 8 થી 11 જુલાઈ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની ચાર દિવસીય વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વનડે મેચની ઓવર ઘટાડવાથી લઈને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં નવી ટીમો ઉમેરવા સુધીના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ક્રિકેટ ચાહકો માટે આ બેઠકમાંથી 4 મોટા અને મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. ચાલો સરળ શબ્દોમાં જાણીએ કે ICC દ્વારા કયા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

1. વનડે ક્રિકેટ 50 ઓવરનું જ રહેશે

તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે વનડે ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે તેને 50 ને બદલે 40 ઓવરનું કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 1987 ના વર્લ્ડ કપ પહેલા વનડે મેચ 60 ઓવરની રમાતી હતી. જોકે, 39 વર્ષ બાદ ફરી એકવાર ઓવર ઘટાડવાનો પ્રસ્તાવ મુકાયો હતો, પરંતુ આ મુદ્દે સભ્ય દેશો વચ્ચે કોઈ સહમતિ સાધી શકાઈ ન હતી. એટલે કે, હાલ પૂરતું વનડે ફોર્મેટ 50 ઓવરનું જ રહેશે અને તેમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં.

2. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં ટીમોની સંખ્યા નહીં વધે

હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ એમ કુલ 9 ટીમો ભાગ લે છે. આ બેઠકમાં અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડનો સમાવેશ કરીને ટીમોની સંખ્યા 12 કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પરંતુ આ પ્રસ્તાવ પર પણ કોઈ સકારાત્મક નિષ્કર્ષ આવી શક્યો નથી. જેથી આગામી સમયમાં પણ WTC માં ટીમોની સંખ્યા 9 જ યથાવત રહેશે.

આ પણ વાંચોઃ ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

3. યુએસએ અને કેનેડા ક્રિકેટ બોર્ડને હાલ કોઈ રાહત નહીં

ICC દ્વારા અગાઉ યુએસએ (USA) ક્રિકેટ બોર્ડને કેટલાક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલે એ વાત સ્વીકારી છે કે 2028 ના લોસ એન્જલસ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમેરિકન બોર્ડ પરથી આ સસ્પેન્શન હટાવવું ખૂબ જ જરૂરી છે, છતાં હાલ પૂરતો આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે જૂન મહિનામાં સસ્પેન્ડ થયેલા કેનેડા ક્રિકેટ બોર્ડને પણ હાલ કોઈ રાહત આપવામાં આવી નથી. તેમનું સસ્પેન્શન પણ ચાલુ જ રહેશે.

4. મોરેશિયસ બન્યો ICC નો 111મો સભ્ય દેશ

વિશ્વભરમાં ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે એક સારા સમાચાર એ છે કે મોરેશિયસને ICC નું 'એસોસિયેટ સભ્યપદ' આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય સાથે જ મોરેશિયસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનો સત્તાવાર દરજ્જો મેળવનાર વિશ્વનો 111મો દેશ બની ગયો છે.

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

Frequently Asked Questions

વનડે મેચ કેટલી ઓવરની રહેશે?

વનડે ક્રિકેટ 50 ઓવરનું જ રહેશે. 40 ઓવર કરવાનો પ્રસ્તાવ સભ્ય દેશો વચ્ચે સહમતિ ન સધાતા નામંજૂર કરાયો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં ટીમોની સંખ્યામાં વધારો થશે?

ના, WTC માં ટીમોની સંખ્યા 9 જ યથાવત રહેશે. અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડને ઉમેરી 12 ટીમો કરવાનો પ્રસ્તાવ મંજૂર થયો નથી.

યુએસએ અને કેનેડા ક્રિકેટ બોર્ડના સસ્પેન્શન અંગે શું નિર્ણય લેવાયો?

હાલ પૂરતું યુએસએ અને કેનેડા ક્રિકેટ બોર્ડનું સસ્પેન્શન યથાવત રહેશે. 2028 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને યુએસએ પરથી પ્રતિબંધ હટાવવાની જરૂરિયાત છતાં, હાલ કોઈ રાહત અપાઈ નથી.

ICC નો 111મો સભ્ય દેશ કયો બન્યો છે?

મોરેશિયસને ICC નું 'એસોસિયેટ સભ્યપદ' મળ્યું છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનો 111મો સભ્ય દેશ બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Advertisement

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget