શોધખોળ કરો

આ બેટ્સમેને 'અસંભવ'ને બનાવ્યું 'સંભવ'... 6 છગ્ગા અને 1 ઓવરમાં ઠોકી દીધા 39 રન, T20I માં બની ગયો વર્લ્ડ રેકોર્ડ

39 Runs In One Over In T20 International: ક્રિકેટની દુનિયામાં રોજ નવું નવું બનતુ રહે છે, કંઇક નવા નવા કમાલ અને રેકોર્ડ સર્જાતા રહે છે. હાલમાં જ એક નવો રેકોર્ડ નોંધાયો છે

39 Runs In One Over In T20 International: ક્રિકેટની દુનિયામાં રોજ નવું નવું બનતુ રહે છે, કંઇક નવા નવા કમાલ અને રેકોર્ડ સર્જાતા રહે છે. હાલમાં જ એક નવો રેકોર્ડ નોંધાયો છે. ટી20 ઈન્ટરનેશનલમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલની એક ઓવરમાં માત્ર 36 રન જ બન્યા હતા. હવે આ આંકડો 39 રન પર પહોંચી ગયો છે. T20 ઇન્ટરનેશનલની એક ઓવરમાં 39 રન... તે 'અસંભવ' લાગે છે, પરંતુ તે 'શક્ય' બની ગયું છે. હાલમાં જ એક ઓવરમાં 39 રન બનાવીને યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, દીપેન્દ્ર સિંહ એરી અને રોહિત શર્મા/રિંકુ સિંહ)નો રેકોર્ડ તુટ્યો છે. આ કારનામું સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસ્સરે કર્યું હતું.

આ સિદ્ધિ મેન્સ T20 વર્લ્ડકપ પેટા-રિજનલ ઇસ્ટ એશિયા-પેસિફિક ક્વૉલિફાયર A 2024માં બની હતી, જ્યાં સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસ્સરે એક ઓવરમાં 6 સિક્સર વડે કુલ 39 રન બનાવ્યા હતા. ડેરિયસ વિસ્સરે ઇનિંગ્સની 15મી ઓવરમાં 39 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. ડેરિયસ વિસ્સરે કુલ 6 સિક્સર ફટકારી હતી, જ્યારે બાકીના 3 રન નો બોલમાં આવ્યા હતા. આ રીતે 1 ઓવરમાં 39 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી.

ઓવરના પહેલા ત્રણ બોલ પર ડેરિયસ વિસ્સરે વનુઆતુના નિપિકોના બૉલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. પછી ચોથો બોલ નૉ બોલ હતો, પરિણામે 1 રન થયો. પછીના બૉલ પર ડેરિયસ વિસ્સરે બીજી સિક્સ ફટકારી. ત્યારબાદ ઓવરનો પાંચમો બૉલ ડૉટ રહ્યો હતો. આ પછી છઠ્ઠો બોલ નૉ બૉલ હતો, જેના પર એક રન આવ્યો. આગળનો બૉલ ફરીથી નૉ બૉલ હતો, જેના પર સિક્સર ફટકારવામાં આવી હતી અને પછી છેલ્લા ફ્રી હિટ બૉલ પર સિક્સર પણ જોવા મળી હતી. આ રીતે, એક ઓવરમાં 39 રન બનાવ્યા તે આશ્ચર્યજનક હતું. અહીં વિડિયો જુઓ...

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

ડેરિયસ વિસ્સરે શતકીય ઇનિંગ રમીને ટીમને અપાવી જીત 
મેચમાં પ્રથમ બેટિંગ કરતા સમોઆની ટીમ 20 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેરિયસ વિસ્સરે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 62 બોલમાં 5 ચોગ્ગા અને 14 છગ્ગાની મદદથી 132 રન બનાવ્યા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા વનુઆતુની ટીમ 20 ઓવરમાં 164/9 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો

Woman Cricket: ધ 100 લીગમાં દીપ્તિ શર્માએ MS ધોનીના અંદાજમાં ટીમને અપાવી જીત, બધા ચોંક્યા

Cricket: ટીમ ઇન્ડિયામાં ખૂંખાર બૉલરની થવાની છે એન્ટ્રી ? ખુદ જય શાહે ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
DC vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી, વિપ્રરાજ નિગમે એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget