(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC 2022: પાકિસ્તાનને સેમિ ફાઇનલમાં જવાના એક નહીં આ બે-બે રસ્તાં છે ખુલ્લા, જાણો સમીકરણ
ટીમ ઇન્ડિયા અત્યારે ગૃપ 2માં ટૉપ પર છે, અને ઝિમ્બાબ્વેને હરાવીને તે આસાનીથી અંતિમ ચારમાં જગ્યા બનાવી લેશે, અહીં દક્ષિણ આફ્રિકાનું પણ સેમિ ફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી છે.
T20 WC 2022 Semifinals: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં અત્યાર સુધી એકપણ ટીમ સેમિ ફાઇનલમાં નથી પહોંચી શકી. અંતિમ ચારની આ જંગમાં તમામ ટીમો દાવેદારી નોંધાવી રહી છે. ગૃપ 1માં જ્યાં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સેમિ ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે, તો વળી, ગૃપ 2માં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેદાનમાં છે.
ટીમ ઇન્ડિયા અત્યારે ગૃપ 2માં ટૉપ પર છે, અને ઝિમ્બાબ્વેને હરાવીને તે આસાનીથી અંતિમ ચારમાં જગ્યા બનાવી લેશે, અહીં દક્ષિણ આફ્રિકાનું પણ સેમિ ફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ અહીં પછડાઇ ગયા છે. પાકિસ્તાનની ટીમ તો ઝિમ્બાબ્વે સામેની હાર બાદ સેમિ ફાઇનલની રેસમાથી લગભગ બહાર થઇ ગઇ હતી. જોકે ટી20 ક્રિકેટ ઉલેટફેરની રમત છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવતા અને ભારતે બાંગ્લાદેશની હરાવતા નવા સમીકરણો બન્યા છે. હવે પાકિસ્તાનની ટીમને બે રીતે સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખુલી ગયો છે. જાણો કઇ રીતે પાક ટીમ પહોંચી શકે છે ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં.........
ભારતની સાથે પાકિસ્તાન પણ પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં -
આ માટે જરૂરી સમીકરણ એવુ છે કે, ટીમ ઇન્ડિયા પોતાની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે જીતે અને પાકિસ્તાનની ટીમ પોતાની બન્ને મેચો દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે જીતી જાય. એ પણ જરૂરી હશે કે દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાન બાદ પોતાની છેલ્લી મેચ નેધરલેન્ડ્સ સામે પણ હારી જાય. જો આ સમીકરણ બને છે, તો ભારત 8 પૉઇન્ટ અને પાકિસ્તાની 6 પૉઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. વળી દક્ષિણ આફ્રિકા 5 પૉઇન્ટની સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે. પરંતુ આવુ બનવુ અસંભવ લાગી રહ્યું છે.
અહીં બીજુ એક સમીકરણ એ પણ છે કે, પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકાને વિશાળ અંતરથી હરાવી દે, અને બાંગ્લાદેશની ટીમ પણ દક્ષિણ આફ્રિકાને સારા અંતરેથી હરાવે, અને બાદમાં દક્ષિણ આફ્રિકાની નેધરલેન્ડ્સ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ જાય. જો આવી સ્થિતિ બને છે તો પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના 6-6 પૉઇન્ટ થઇ જશે. આવામાં રન રેટના આધાર પર પાકિસ્તાની ટીમ સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે.