T20 WC 2022: અત્યાર સુધી કોણે ફટકાર્યા સૌથી વધુ છગ્ગા, સૌથી વધુ રન, સૌથી વધુ સ્કૉર, જાણો અહીં ટી20 વર્લ્ડકપના આંકડા
શ્રીલંકા, નેધરલેન્ડ્સ, આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમોએ ટી20 વર્લ્ડકપ 2022માં ફર્સ્ટર રાઉન્ડમાં પણ મેચો રમી હતી. ભારત સહિત આઠ મોટી ટીમો આ રાઉન્ડ નથી રમી.
T20 WC 2022 Stats: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં અત્યાર સુધી બેતૃત્યાંશ મેચો રમાઇ ચૂકી છે. આ મેચ બાદ આ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન અને વિકેટો ઝડપવાના મામલામાં શ્રીલંકાનો ખેલાડી ટૉપ પર છે. જોકે, આનુ એક કારણ એ પણ છે કે, સુપર 12 રાઉન્ડમાં અન્ય ટીમોની તુલનામાં શ્રીલંકાને 3-3 મેચો વધુ રમવા મળી છે.
શ્રીલંકા, નેધરલેન્ડ્સ, આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમોએ ટી20 વર્લ્ડકપ 2022માં ફર્સ્ટર રાઉન્ડમાં પણ મેચો રમી હતી. ભારત સહિત આઠ મોટી ટીમો આ રાઉન્ડ નથી રમી.
ટી20 વર્લ્ડકપના ટૉપ આંકડાઓ -
1. સર્વોચ્ચ સ્કૉર - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા.
2. સૌથી મોટી જીત - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રનોથી હાર આપી.
3. સૌથી વધુ રન - શ્રીલંકાના ઓપનર બેટ્સમેન કુસલ મેન્ડિસે 6 ઇનિંગોમાં 180 રન ફટકાર્યા છે. તેમાં તેની બેટિંગ એવરેજ 36 અને સ્ટ્રાઇક રેટ 156.52 ની રહી છે.
4. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - દક્ષિણ આફ્રિકાના રિલી રોસોએ બાંગ્લાદેશ વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમી.
5. સૌથી વધુ છગ્ગા - રિલી રોસો અત્યાર સુધી 8 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
6. સૌથી વધુ વિકેટ - શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ 6 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 16.30 અને ઇકોનૉમી રેટ 7.08 રહ્યો છે.
7. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સેમ કરને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટો ઝડપી.
8. સૌથી બેસ્ટ વિકેટકીપિંગ - દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટૉન ડીકૉકે સ્ટમ્પની પાછળ 6 શિકાર કર્યા છે.
9. સૌથી મોટી ભાગીદારી - દક્ષિણ આફ્રિકાના રિલી રોસો અને ક્વિન્ટૉન ડીકૉકે બાંગ્લાદેશ વિરુદ્ધ 168 રનની ભાગીદારી કરી.
10. સૌથી વધુ કેચ - શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ 6 મેચોમાં 6 કેચ કર્યા છે.
IND vs SA T20 WC: સાઉથ આફ્રિકા સામે હાર બાદ પણ વર્લ્ડકપ જીતી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો રસપ્રદ સંયોગ -
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પર્થ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સાઉથ આફ્રિકાએ હાંસલ કરી લીધો હતો. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર છે. અગાઉ તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે શાનદાર જીત મેળવી હતી.
આ હારથી ભારતીય ચાહકો ભલે નિરાશ થયા હોય પરંતુ ટીમ ઇન્ડિયાની સેમિફાઇનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. વાસ્તવમાં આ વર્લ્ડકપમાં એક રસપ્રદ સંયોગ સર્જાયો છે. મતલબ કે ભારતીય ટીમ 2007 પછી બીજી વખત ટી20 વર્લ્ડ કપ પર કબ્જો કરી શકે છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકા સામેની આ હારે 2011ના ODI વર્લ્ડ કપના સંયોગનું પુનરાવર્તન કર્યું છે, જેમાં ભારતીય ટીમ એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.
આફ્રિકાએ 2011ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું
તમને યાદ હશે કે 2011ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત મેળવી હતી. તે પછી ભારત એક પણ મેચ હાર્યું નથી. તે 50 ઓવરના વર્લ્ડ કપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આફ્રિકન ટીમે બે બોલ બાકી રહેતા કુલ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરવામાં સફળ રહી હતી. આ વખતે પણ દક્ષિણ આફ્રિકાએ 2 બોલ બાકી રાખીને T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. એટલે કે 2011ના વર્લ્ડ કપનો સંયોગ ફરી એકવાર બન્યો છે.એટલું જ નહીં 2011ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડને આયરલેન્ડની ટીમે હરાવ્યું હતું. આ વખતે પણ T20 વર્લ્ડ કપમાં આયરલેન્ડે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. બેંગ્લોરમાં 2011ના વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે 327 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આયરલેન્ડે ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી. આયરલેન્ડ માટે કેવિન ઓ'બ્રાયન 63 બોલમાં 113 રનની રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી હતી.
2022 T20 વર્લ્ડ કપ પહેલા ભારતે સત્તાવાર રીતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. પ્રથમ યજમાન ઓસ્ટ્રેલિયા સામે અને બીજી ન્યુઝીલેન્ડની ટીમ સામે. 2011ના વર્લ્ડ કપમાં પણ આવું જ બન્યું હતું જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. ખાસ વાત એ છે કે 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ભારતના ગ્રુપમાં હતી. આ બધા સંયોગોથી એવું લાગે છે કે ભારતીય ટીમ 2011ના વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ટાઇટલ જીતી શકે છે