મોટો ઉલટફેર, બે વારની ચેમ્પીયન ટી20 વર્લ્ડકપ 2022માંથી બહાર, વેસ્ટ ઇન્ડિઝને હાર આપી આયરલેન્ડ સુપર-12માં
બે વારની ચેમ્પીયન વેસ્ટ ઇન્ડિઝ પહેલીવાર ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયુ છે, વેસ્ટ ઇન્ડિઝે સૌથી પહેલા 2012માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારબાદ 2016માં ફરી એકવાર ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.
IRE vs WI, T20 World Cup 2022: આઇસીસી ટી20 ક્રિકેટમાં આજે મોટો ઉલટફેર થયો છે, ગૃપ સ્ટેજની 11મી મેચમાં આજે બે વારની ચેમ્પીયન ટીમને બહાર થવાના વારો આવ્યો છે. આજે વેસ્ટ ઇન્ડિઝ અને આયરલેન્ડ વચ્ચે હોબાર્ટના મેદાનમાં ગૃપ સ્ટેજની 11મી મેચ રમાઇ હતી, આ મેચ બન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ હતો, આવા સમયે નિર્ણાયક મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આયરેલન્ડે વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટથી માત આપીને સુપર-12માં જગ્યા પાક્કી કરી લીધી છે.
આયરલેન્ડ સુપર-12માં પહોંચી -
આયરલેન્ડે ગૃપ બીમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધુ છે. તેમને આ મેચમાં નવ વિકેટથી જીત હાંસલ કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમા આયરલેન્ડ ટીમે 17.3 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને 150 રન કરી લીધા, આ જીત સાથે જ આયરેલન્ડની ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર -12માં પહોંચી ગઇ હતી.
મેચમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગે 62 રન બનાવ્યા હતા, આ સિવાય કોઇ બેટ્સમેન ચાલ્યો નહીં, વળી, આયરલેન્ડના ગેરાથ ડેનેલીએ 3 મહત્વની વિકેટો ઝડપીને વેસ્ટ ઇન્ડિઝને બેકફૂટ પર લાવી દીધુ હતુ. જવાબમાં આયરલેન્ડ ટીમે સારી શરૂઆત કરી અને ઓપનર પૉલ સ્ટર્લિંગે 66 રન અને કેપ્ટન બાલબિર્નેએ 37 રન બનાવ્યા હતા, આ પછી ટકરે 45 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
બે વારની ચેમ્પીયન બહાર -
બે વારની ચેમ્પીયન વેસ્ટ ઇન્ડિઝ પહેલીવાર ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયુ છે, વેસ્ટ ઇન્ડિઝે સૌથી પહેલા 2012માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારબાદ 2016માં ફરી એકવાર ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.
T20 WC 2022: આજે 'કરો યા મરો'નો જંગ, જે જીતશે તેને મળશે સુપર-12માં એન્ટ્રી
2. સ્કૉટલેન્ડ વિરુદ્ધ ઝિમ્બાબ્વે -
આ બન્ને ટીમો પણ હોબાર્ટના ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે આમને સામને ટકરાશે. આ બન્ને ટીમો શરૂઆતની મેચ જીતી ચૂકી છે. જોકે, સ્કૉટલેન્ડને વેસ્ટ ઇન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તો ઝિમ્બાબ્વેને આયરલેન્ડે હરાવી હતી. હવે બન્ને માટે આજની મેચ કરો યા મરો છે, બન્ને ટીમો છેલ્લી મેચો હારીને આજે રમી રહી છે.
સુપર 12 માટે -
ટી20 વર્લ્ડકપ 2022ની સુપર 12 રાઉન્ડ માટે 8 ટીમો પહેલાથી જ ક્લૉલિફાય કરી ચૂકી છે. બાકીની ચાર ટીમો માટે ફર્સ્ટ રાઉન્ડની મેચો રમાઇ રહી છે. અહીં ગૃપ એમાંથી શ્રીલંકા અને નેધર લેન્ડ્સ સુપર 12માં પહોંચી ચૂકી છે, એટલે કે 12માંથી 10 ટીમો નક્કી થઇ ગઇ છે, અને બે ટીમો માટે આજનો દિવસ ખાસ છે.