શોધખોળ કરો

T20 World Cup 2022: ટોસ થતાં જ ખબર પડી જશે કે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ જીતશે કે ભારત, જાણો કઈ રીતે...

ટી20 વર્લ્ડ કપ 2022 માટે નોક આઉટ મેચ 9 નવેમ્બરથી શરુ થઈ રહી છે. વર્લ્ડ કપની સેમિફાઈનલની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ રમાશે.

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022 માટે નોક આઉટ મેચ 9 નવેમ્બરથી શરુ થઈ રહી છે. વર્લ્ડ કપની સેમિફાઈનલની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ રમાશે. તો બીજી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ એડિલેડ ઓવેલ સ્ટેડિયમ સાથે જોડાયેલું રસપ્રદ તથ્ય જેનાથી ટોસ થતાં જ ખબર પડશે કે મેચ કઈ ટીમ જીતી શકે છે.

T20I મેચ માટે આવો રહ્યો છે એડિલેડ ઓવલ મેદાનનો ઈતિહાસઃ

ઓસ્ટ્રેલિયાના જાણીતા એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચોના પરિણામ અને ટોસ સાથે એક જોડાણ રહ્યું છે. જે મુજબ આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તે ટીમ મેચ હારી જાય છે. અત્યાર સુધી એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં કુલ 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાંથી તમામ 11 મેચો ટોસ હારનાર ટીમ જીતી છે. જેથી કહી શકાય છે કે, આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તેની હાર થવાની પુરી શક્યતા છે. તેથી હાલ તો ભારતીય ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયા ટોસ હારી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારત

સૌથી પહેલા 1987માં રમાયેલી 50 ઓવરના વર્લ્ડકપ બાદ આ પહેલીવાર બન્યુ છે, કે જ્યારે ટીમ ઇન્ડિયા કોઇ આઇસીસી ટૂર્નામેન્ટમાં નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાઇ રહી છે. 1987માં ઇંગ્લેન્ડે 35 રનોથી જીત હાંસલ કરી હતી. જોકે, અત્યારે બન્ને ટીમોમાં મોટા ફેરફારો થઇ ગયા છે, અને મનોવૈજ્ઞાનિક રીતે બન્નેના ખેલાડીઓ પણ જુદી જુદી અસર નીચે છે. જાણો એડિલેડની પીચ અને બન્ને ટીમોના આંકડા વિશે........ 

કેવી છે એડિલેડની પીચ?
પીચ રિપોર્ટ અનુસાર, જે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાવવાના છે, ત્યાંની પીચ બેટિંગ માટે ખુબ જ સારી છે, ભારત આ મેદાન પર નેધરલેન્ડ્સને હરાવી ચૂક્યુ છે. અહીં પહેલી બેટિંગ કરનારી ટીમ 180+ સ્કૉર કરી શકે છે, ભારતે નેધરલેન્ડ્સ સામે 184 રનનો સ્કૉર કર્યો હતો. ખાસ વાત છે કે, મેદાનની સ્ક્વેર બાઉન્ડ્રી ખુબ નાની છે, એટલા માટે બૉલરોને લેન્થનું ધ્યાન રાખવુ પડશે, ફિલ્ડિંગની પ્લેસમેન્ટ પણ ખુબ મહત્વની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget