T20 World Cup 2022, IND vs BAN : ભારત-બાંગ્લાદેશ મુકાબલા પહેલા આવ્યા સારા સમાચાર, એડિલેડમાં સવારથી નથી પડ્યો વરસાદ
T20 WC, IND vs BAN: એડિલેડમાં વરસાદ ન હોવાના સારા સમાચાર છે. એડિલેડમાં સવારથી વરસાદ પડ્યો નથી અને હવામાનને જોતા આગાહી કરવામાં આવી રહી છે કે આજે આખો દિવસ વરસાદ નહીં પડે.
T20 WC: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં આજે બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ટક્કર થવાની છે, આમ તો ભારતીય ટીમનુ ટી20 વર્લ્ડકપમાં પલડુ ભારે રહ્યુ છે, પરંતુ આ મેચમાં ભારતને મુશ્કેલી નડી શકે છે, રિપોર્ટ છે કે, આજે વરસાદ પડી શકે છે, જો ભારતીય ટીમને આ મુશ્કેલી પડે છે, તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે રસ્તો વધુ કઠીન બની શકે છે.
એડિલેડમાં વરસાદ ન હોવાના સારા સમાચાર છે. એડિલેડમાં સવારથી વરસાદ પડ્યો નથી અને હવામાનને જોતા આગાહી કરવામાં આવી રહી છે કે આજે આખો દિવસ વરસાદ નહીં પડે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
હવામાન કેવું રહેશે
હવામાન થોડું ઠંડુ રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. મેચ શરૂ થવાના થોડા સમય પહેલા તાપમાન 13-15 ડિગ્રી વચ્ચે રહેશે. એડિલેડમાં છેલ્લા બે દિવસથી હવામાન ખૂબ જ ખરાબ હતું. વરસાદના કારણે બંને ટીમ ઘરની અંદર પ્રેક્ટિસ કરી રહી હતી. પરંતુ હવે રાત્રે 8 વાગ્યા સુધી વરસાદની કોઈ શક્યતા નથી. તે જ સમયે, પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે અને ભેજ 60 ટકા રહેશે.
ભારતીય ટીમમાં થઇ શકે છે ત્રણ ફેરફાર -
મીડિયા રિપોર્ટ અનુસાર, કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફારો કરી શકે છે. ટીમમાં દિનેશ કાર્તિકની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને સ્થાન આપવામાં આવી શકે છે. વળી, બીજી ફેરફારમાં ફરી એકવાર અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. દીપક હુડ્ડાની જગ્યાએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વળી રિપોર્ટ છે કે, અશ્વિનની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને પણ તક મળી આપવામાં આવી શેક છે.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકિપર), યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
નજમુલ હુસૈન શાંતો, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકિપર), મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, તસ્કીન અહેમદ.