T20 WC 2022: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલમાં આજે વરસાદ પડશે ? જાણો વેધર અપડેટ
આજે એડિલેડમાં વરસાદની સંભાવના બહુજ ઓછી છે, વરસાદ થવાની 40 ટકા જ આશંકા છે, જોકે, આ વરસાદ સવારે જ પડશે.
T20 WC 2022: આજે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, આ વર્લ્ડકપમાં પહેલીવાર ભારતીય ટીમનો સામનો ઇંગ્લિશ ટીમ સામે થવાનો છે. બન્ને ટીમો બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગમાં મજબૂત છે. એડિલેડમાં ભારતનો રેકોર્ડ જોઇએ તો એકદમ શાનદાર રહ્યો છે, અહીં ભારતીય ટીમે અત્યાર સુધી 2 ટી20 મેચો રમી છે, અને બન્નેમાં જીત હાંસલ કરી છે. એટલુ જ નહીં અત્યાર સુધી આ ટી20 વર્લ્ડકપમાં પણ શાનદાર લયમાં દેખાઇ રહી છે. વળી, સામે પક્ષે ઇંગ્લિશ ટીમ પણ દમદાર પ્રદર્શન કરીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. પંરતુ આ બધાની વચ્ચે આજે મેચમાં વરસાદ મજા બગાડશે કે નહીં તે જોવાનું રહ્યું, જાણો આજની મેચમાં વરસાદ પડશે કે નહીં ?
વેધર રિપોર્ટ
એડિલેડના હવામાનની વાત કરીએ તો, એડિલેડ ઓવલમાં આજે સવારે સામાન્ય વરસાદ પડવાના આસાર દેખાઇ રહ્યાં છે, પરંતુ મેચના ઠીક પહેલા હવામાન ચોખ્ખુ રહી શકે છે. એટલે કે અહીં વરસાદ મેચમાં વિઘ્ન નહીં પહોંચાડે, બની શકે છે કે, મેચ વરસાદ વિના જ પુરી થાય.
આજે એડિલેડમાં વરસાદની સંભાવના બહુજ ઓછી છે, વરસાદ થવાની 40 ટકા જ આશંકા છે, જોકે, આ વરસાદ સવારે જ પડશે. ત્યાં સ્થાનિક સમયાનુસાર આ મેચ આજે સાંજે 6:30 વાગ્યાથી શરૂ થશે. એટલે કે વરસાદ વિઘ્ન નહીં બને. અહીં હવાની ગતિ પણ સામાન્ય રહેશે.
પરંતુ જો સાંજે વરસાદ પડે છે, અને મેચ પુરી નથી થઇ શકતી તો આઇસીસીએ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. એટલે કે મેચને આગળના દિવસમાં લઇ જવામાં આવી શકે છે. આવામાં મેચનુ પરિણામ આવવાનુ નક્કી જ છે.
આજે બન્ને ટીમોમાં થઇ શકે છે ફેરફાર -
ટીમ ઇન્ડિયા આજની સેમિ ફાઇનલમાં ફરી એકવાર એક ફેરફાર કરી શકે છે. આજે ઋષભ પંતની જગ્યાએ ફરી એકવાર દિનેશ કાર્તિકને મોકો મળી શકે છે, કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતને સુપર 12ની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમાડ્યો હતો. વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, માર્ક વુડ અને ડેવિડ મલાન બન્ને ફિટ નથી. બની શકે છે કે આ બન્નેના રિપ્લેસમેન્ટમાં બટલર અન્ય કોઇને રમાડી શકે છે.