T20 World Cup 2022, AUS vs NZ : ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડકપમાં જીત સાથે શરૂઆત, ઓસ્ટ્રેલિયાને 89 રનથી આપી હાર
T20 World Cup 2022, AUS vs NZ: ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. 17.1 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થતાં ન્યુઝીલેન્ડનો 89 રનથી વિજય થયો હતો.
T20 World Cup 2022, AUS vs NZ : T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ છે. જેમાં પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો. ન્યુઝીલેન્ડે ટી20 વર્લ્ડકપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને રનથી હાર આપી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ લીધી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 200 રન બનાવ્યા હતા. કોન્વે 58 બોલમાં 92 રન ( 7 ફોર અને 2 સિક્સ) અને નીશનમ 13 બોલમાં 26 રન (2 સિક્સ) બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.
ન્યુઝીલેન્ડે બનાવ્યો ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર
ન્યુઝીલેન્ડે 200 રન બનાવવાની સાથે ટી20 વર્લ્ડકપમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. કિવી ટીમે ટી20 વર્લ્ડકપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 198 રન હતો. જે તેણે 009માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. તે પહેલા 2012માં બાંગ્લાદેશ સામે 191 રન બનાવ્યા હતા.
આસ્ટ્રેલિયાની કંગાળ બેટિંગ
201 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની કંગાળ શરૂઆત થઈ હતી. 6 રનના સ્કોરે વોર્નરની વિકેટ ગુમાવી હતી. જે બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ગયા હતા. 90 રન સુધીમાં ઓસ્ટ્રેલિયાના ટોચના 7 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન ન્યુઝીલેન્ડની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી હતી. ગ્લેન ફિલિપ્સે સેન્ટરની ઓવરમાં માર્કસ સ્ટોયનિસનો શાનદાર કેચ પકડ્યો હતો. 17.1 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થતાં ન્યુઝીલેન્ડનો 89 રનથી વિજય થયો હતો. મિચેલ સેન્ટરે 31 રનમાં 3, ટીમ સાઉથીએ 6 રનમાં 3, ટ્રેન્ટ બોલ્ટે 24 રનમાં 2 તથા ફર્ગ્યુસન અને સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.
New Zealand win their first men's international game on Australian soil since 2011 🔥#T20WorldCup | #AUSvNZ | 📝 Scorecard: https://t.co/ouB6f5vSvG pic.twitter.com/gcCoihn9UD
— ICC (@ICC) October 22, 2022
આ પણ વાંચોઃ
Superhuman Phillips!
— ICC (@ICC) October 22, 2022
We can reveal that this catch from Glenn Phillips is one of the moments that could be featured in your @0xFanCraze Crictos of the Game packs from Australia v New Zealand.
Grab your pack from https://t.co/8TpUHbQQaa to own iconic moments from every game. pic.twitter.com/VCDkdqmW3m