શોધખોળ કરો

T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ

T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાઈ રહ્યો છે. તો બીજી તરફ, એવું માનવામાં આવે છે કે આ T20 વર્લ્ડ કપ ઘણા મોટા ખેલાડીઓ માટે છેલ્લો સાબિત થઈ શકે છે.

T20 World Cup Facts: ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર કરવામાં આવી રહ્યું છે. હવે લીગ મેચો બાદ સુપર-8 રાઉન્ડ શરૂ થયા છે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે આ T20 વર્લ્ડ કપ ઘણા ખેલાડીઓ માટે છેલ્લો વર્લ્ડ કપ સાબિત થઈ શકે છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. જો કે, આજે આપણે તે 10 મોટા ખેલાડીઓ પર એક નજર નાખીશું જે કદાચ છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં રમી રહ્યા છે.

ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ સિવાય તેની ઉંમર લગભગ 38 વર્ષ છે. તેથી ડેવિડ વોર્નર માટે આગામી T20 વર્લ્ડ કપમાં રમવું ઘણું મુશ્કેલ છે. આ રીતે ટી20 વર્લ્ડ કપ ડેવિડ વોર્નર માટે છેલ્લો સાબિત થઈ શકે છે.

જોસ બટલર
ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ 33 વર્ષીય ખેલાડી તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે.

માર્કસ સ્ટોઇનિસ
ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસ માટે વર્લ્ડ કપ મિશ્ર રહ્યો છે. પરંતુ આ ખેલાડી તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ ઉપરાંત, માર્કસ સ્ટોઇનિસની ઉંમર હવે 35 વર્ષની થઈ ગઈ છે.

જોની બેરસ્ટો
ઇંગ્લેન્ડનો જોની બેરસ્ટો IPLમાં સતત ફ્લોપ રહ્યો હતો. તો બીજી તરફ, હવે તે T20 વર્લ્ડ કપમાં સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 34 વર્ષીય જોની બેરસ્ટો છેલ્લી વખત ટી-20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.

મિશેલ સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ફિટનેસ સંબંધિત સમસ્યાઓથી સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય આ ફાસ્ટ બોલર લગભગ 35 વર્ષનો છે. તેથી, મિચેલ સ્ટાર્ક માટે આગામી T20 વર્લ્ડ કપ સુધી રમવું ખૂબ મુશ્કેલ છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ અને ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય વિરાટ કોહલી લગભગ 36 વર્ષનો છે. જોકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની ફિટનેસ શાનદાર છે, પરંતુ આગામી T20 વર્લ્ડ કપમાં રમવામાં ઉંમર અવરોધ બની શકે છે.

રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 37 વર્ષની ઉંમર વટાવી લીધી છે. આ સિવાય તે બેટિંગમાં પણ સતત ફ્લોપ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા માટે આગામી T20 વર્લ્ડ કપ સુધી રમવું આસાન નહીં હોય.

ટ્રેન્ટ બોલ્ટ
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ બેટ્સમેનો માટે મોટી સમસ્યા છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે કદાચ છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. આ ફાસ્ટ બોલરની ઉંમર અંદાજે 35 વર્ષ છે.

કેન વિલિયમસન
ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનની ઉંમર અંદાજે 34 વર્ષ છે. આ સિવાય આ ખેલાડી ટી20 ફોર્મેટમાં પોતાને અનુકૂળ થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

ક્વિન્ટન ડી કોક
દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક કદાચ છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. તેણે ઘણી વખત સંકેત આપ્યા છે કે તે આ પછી દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ નહીં કરે. તેથી, આ વિકેટકીપર બેટ્સમેન આગામી T20 વર્લ્ડ કપમાં રમે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget