T20 World Cup 2024 : સાઉથ આફ્રિકા વર્લ્ડકપની સેમિફાઇનલમાં, રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું
ઈંગ્લેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકા 6 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં ટોચ પર છે.
હાલમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચો રમાઈ રહી છે. 24 જૂન (સોમવાર) ના રોજ નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ DLS નિયમ હેઠળ 3 વિકેટે જીત મેળવી હતી.
What a finish in Antigua 🥵
— ICC (@ICC) June 24, 2024
The Proteas go through to the #T20WorldCup Semi-Finals 🌟#WIvSA 📝 https://t.co/Gv3hNXD6c4 pic.twitter.com/tWbznVDrIk
સાઉથ આફ્રિકા સેમિફાઇનલમાં
મેચમાં DLS નિયમો હેઠળ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 17 ઓવરમાં 123 રન બનાવવાના હતા, જે તેણે પાંચ બોલ બાકી રહેતા હાંસલ કર્યા હતા. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઈંગ્લેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકા 6 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં ટોચ પર છે. જ્યારે ઈંગ્લિશ ટીમ 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી.
આ મેચ દરમિયાન જ્યારે દક્ષિણ આફ્રિકાની ઇનિંગમાં બે ઓવર રમાઇ હતી ત્યારે વરસાદ પડ્યો હતો. તે સમયે આફ્રિકન ટીમનો સ્કોર બે વિકેટે 15 રન હતો અને તે મુશ્કેલીમાં જોવા મળી હતી. પરંતુ જ્યારે વરસાદ બંધ થયા બાદ રમત શરૂ થઈ ત્યારે ટાર્ગેટ અને ઓવરોને ઘટાડી દેવામાં આવી હતી. આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 22 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રન બનાવવાના હતા. ઓબેડ મેકોયની તે ઓવરમાં માર્કો જેન્સને પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને દક્ષિણ આફ્રિકાની ટીમને જીત અપાવી હતી. જેન્સને અણનમ 21 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અને આન્દ્રે રસેલ અને અલઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.
વરસાદ બાદ દક્ષિણ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એટલે કે તેમને બાકીની 15 ઓવરમાં 108 રન બનાવવાના હતા. દક્ષિણ આફ્રિકાએ નાની ભાગીદારીના કારણે આ સ્કોર હાંસલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 16.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. માર્કો યાનસેને 14 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 29 રનની ઇનિંગ રમી હતી અને હેનરિક ક્લાસને 22 રનની ઇનિંગ રમી હતી.
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. યજમાન વેસ્ટ ઈન્ડિઝ સુપર-8 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગયું હતું. સુપર-8ના ગ્રુપ-2માંથી સેમિફાઇનલમાં પહોંચનાર બે ટીમો નક્કી કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટોચ પર ક્વોલિફાય થયું, જ્યારે ઈંગ્લેન્ડ બીજા સ્થાને રહ્યું. સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો સુપર-8ના ગ્રુપ-1માં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે જ્યારે ઈંગ્લેન્ડની ટીમનો મુકાબલો ગ્રુપ-1માં ટોચ પર રહેલી ટીમ સાથે થશે. સેમિફાઇનલ મેચો 27 જૂને રમાશે.