T20 World Cup: ભારત-PAK મેચ પહેલા વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, રોહિત સાથે આ બેટ્સમેન કરશે ઓપનિંગ
ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2021 માં 24 ઓક્ટોબરે સામસામે હશે.
દુબઈ: ટી20 વર્લ્ડ કપ 2021 માં ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે સામસામે હશે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન (IND VS PAK)ને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ 5-0 છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી, ફરી એકવાર બંને દેશો વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે.
કોહલીએ આ રહસ્ય જાહેર કર્યું
પાકિસ્તાન સામેની મહાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે સ્પષ્ટ કરી દીધું છે કે આઈસીસી ટી20 વર્લ્ડકપમાં કેએલ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરશે અને તેઓ 3 નંબર બેટિંગ કરશે. કોહલીએ કહ્યું કે, તાજેતરમાં સમાપ્ત થયેલી IPL 2021 માં પંજાબ કિંગ્સના કેપ્ટનના શાનદાર ફોર્મ બાદ કેએલ રાહુલથી આગળ જોવું મુશ્કેલ છે.
વિરાટ કોહલીએ IPL 2021 ના પહેલા તબક્કામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનિંગ કર્યું અને યુએઈમાં પણ RCB માટે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું. બીજી બાજુ, રાહુલે આઈપીએલ 2021 માં શાનદાર બેટિંગ કરી હતી તેણે માત્ર 13 મેચમાં 626 રન બનાવ્યા હતા, ઓરેન્જ કેપ વિજેતા ઋતુરાજ ગાયકવાડથી નવ રન ઓછા હતા.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે
ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2021 માં 24 ઓક્ટોબરે સામસામે હશે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો વિજેતા રેકોર્ડ 5-0 છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી, ફરી એકવાર બંને દેશો વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે. 2016 ના વર્લ્ડ કપમાં છેલ્લી વખત ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 5 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.
2019 વર્લ્ડ કપ બાદ ભારત અને પાકિસ્તાન ટકરાશે
ભારત અને પાકિસ્તાનની ટીમો (IND VS PAK) 2 વર્ષ પછી સામસામે આવશે. છેલ્લી વખત બંને ટીમો 2019 વર્લ્ડ કપ દરમિયાન મળી હતી. તે મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માએ તે મેચમાં 140 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ 5 વિકેટે 336 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 6 વિકેટે 212 રન જ બનાવી શકી હતી.
પાકિસ્તાન 9 વર્ષથી ભારત સામે ટી -20માં જીત્યું નથી
ભારત અને પાકિસ્તાન (IND VS PAK) વચ્ચે ટી -20 માં કુલ 8 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 માં જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને માત્ર એક જ મેચ જીતી છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત પાકિસ્તાને ભારત પર 2012 માં જીત મેળવી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ 9 વર્ષથી ભારત પર જીત મેળવવા માટે તલપાપડ છે.