T20 World Cup: ટી-20 વર્લ્ડકપ માટે આયરલેન્ડે જાહેર કરી ટીમ, આ તોફાની બેટ્સમેનને સોંપી કેપ્ટનશીપ
T20 World Cup Squad Ireland:આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
T20 World Cup Squad Ireland: આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશીપ પોલ સ્ટર્લિંગને સોંપવામાં આવી છે જે લાંબા સમય બાદ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. એન્ડ્ર્યુ બાલબિર્ની 2020 થી ટી-20 ફોર્મેટમાં આયરલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ તેને આગામી વર્લ્ડકપ માટે કેપ્ટનશીપ પદેથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યોર્જ ડોકરેલ, ક્રેગ યંગ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ કપની ટીમમાં સામેલ જોશુઆ લિટલ હાલમાં IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ છે. આથી આયરલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી અને નેધરલેન્ડમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે 14 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
SQUADS NAMED
— Cricket Ireland (@cricketireland) May 7, 2024
Ireland Men’s T20I squads have been named for the @T20WorldCup, Pakistan series and Tri-Series.
👉 Read here: https://t.co/ElmxNNEglE#BackingGreen ☘️🏏 #IrishCricket pic.twitter.com/iGsPjZ3T7C
કોચને વિશ્વકપની ટીમમાં વિશ્વાસ છે
ટીમની જાહેરાત બાદ આયરલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હેનરીક મલાને કહ્યું, "અમે છેલ્લા 18 મહિનાથી આ ટીમ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેમાં સુધારો પણ કર્યો છે. અમારી પાસે જે કૌશલ્ય છે તેનાથી અમે વાકેફ છીએ." જોશુઆ લિટલને આઈપીએલમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે તે વર્લ્ડ કપ પહેલા આયરલેન્ડની ટીમ સાથે જોડાશે.
T20 વર્લ્ડ કપ માટે આયરલેન્ડની ટીમ
પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રાહમ હ્યુમ, બેરી મેક્કાર્થી, જોશ લિટિલ, નીલ રોક, હેરી ટેક્ટર, લોરકાન ટકર , બેન વ્યાટ, ક્રેગ યંગ
પાકિસ્તાન સામેની શ્રેણી અને નેધરલેન્ડ્સમાં ત્રિકોણીય શ્રેણી માટે આયરલેન્ડની ટીમઃ
પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રાહમ હ્યુમ, બેરી મેક્કાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોરકાન ટકર , બેન વ્યાટ, ક્રેગ યંગ