શોધખોળ કરો
Advertisement
પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન જાહેર, કોને મળ્યુ સ્થાન ને કોનુ પત્તુ કપાયુ, જુઓ Playing 11
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પહેલી વાર પ્રેક્ટિસ મેચમા સારુ પ્રદર્શન કરનારા શુભમન ગીલ અને ઋષભ પંતને મોકો નથી મળ્યો. જ્યારે પૃથ્વી શૉ અને સાહાને ટેસ્ટી ટીમમાં સામેલ કરવામા આવ્યા છે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ રમાવવાની છે. મેચના એક દિવસ પહેલા જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પહેલી વાર પ્રેક્ટિસ મેચમા સારુ પ્રદર્શન કરનારા શુભમન ગીલ અને ઋષભ પંતને મોકો નથી મળ્યો. જ્યારે પૃથ્વી શૉ અને સાહાને ટેસ્ટી ટીમમાં સામેલ કરવામા આવ્યા છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીયમાં ફરી એકવાર પૃથ્વી શઑને મોકો મળ્યો છે. પૃથ્વી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ફોર્મમાં ન હતો છતાં ટીમ મેનેજમેન્ટને તેના પર વિશ્વાસ રાખ્યો છે. આ ઉપરાંત હનુમા વિહારીને સ્થાન આપવામા આવ્યુ છે. ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયાની મજબૂત બૉલિંગને ધ્યાનમાં રાખીને 6 બેટ્સમેનો સાથે મેદાનમા ઉતરવાનો ફેંસલો કર્યો છે. કેમકે હનુમા વિહારી ટીમ માટે પાર્ટ ટાઇમ ઓફ સ્પિન બૉલરની પણ ભૂમિકા નિભાવી શકે છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ
મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement