શોધખોળ કરો

Team India : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર

હવે જ્યારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે તે પહેલા જ ઝંઝાવાતી બોલર ઈજાગ્રસ્ત બનતા ભારતને મોટો ફટકો પડ્યો છે.

Avesh Khan Injury India vs West indies: ખેલાડીઓની ઈજા છેલ્લા કેટલાક સમયથી ભારત માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. એ પણ ત્યારે જ્યારે વન ડે વર્લ્ડકપને માંડ 3 મહિનાનો સમય બાકી રહ્યો છે. હવે જ્યારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે તે પહેલા જ ઝંઝાવાતી બોલર ઈજાગ્રસ્ત બનતા ભારતને મોટો ફટકો પડ્યો છે. 

છેલ્લા કેટલાક સમયથી સૌકોઈનું ધ્યાન ખેંચનાર ઝંઝાવાતી બોલર આવેશ ખાનને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે. તેણે ભારત માટે 15 T20 અને 5 ODI રમી છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. આવેશ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા જ ઈજાગ્રસ્ત થયો છે. તે દુલીપ ટ્રોફી 2023માં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો છે. આવેશ વેસ્ટ ઝોન સામે ચાલી રહેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

આવેશ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી વખત સારું પ્રદર્શન કર્યું છે. તેણે આ લીગમાં 55 વિકેટ ઝડપી છે. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ આવેશને ખભામાં ઈજા થઈ છે. આ કારણથી તે મેચના બીજા દિવસે ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો ન હતો. આવેશના જમણા ખભામાં ઈજા થઈ છે. કેચ લેતી વખતે તે ઘાયલ થયો હતો. તેણે આ ઇનિંગમાં 11 ઓવર નાંખી હતી અને 26 રન આપ્યા હતા. આવેશે એક વિકેટ પણ લીધી હતી. જોકે આવેશની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

મહત્વની વાત એ છે કે, આવેશ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 15 મેચ રમ્યો છે અને આ દરમિયાન તેણે 13 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 18 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. આવેશ ટીમ ઈન્ડિયા માટે 5 વનડે પણ રમ્યો છે. જેમાં તેણે 3 વિકેટ ઝડપી છે. આવેશ આઈપીએલમાં અત્યાર સુધીમાં 47 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 55 વિકેટ ઝડપી છે. IPLમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની T20 ટીમ : ઈશાન કિશન (વિકેટ કિપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ

Delhi Election 2025: દિલ્હીમાં 11 જિલ્લાઓમાં ક્યાં-ક્યાં થશે મતગણતરી, જુઓ લિસ્ટ

Milkipur By Election Result: મિલ્કીપુરમાં બીજેપી અને સપા વચ્ચે જોરદાર ટક્કર ? કોને પસંદ કરશે જનતા

Delhi Result: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ પર સ્વાતિ માલીવાલનું ચોંકાવનારું નિવેદન, 'હું તો બસ એજ આશા રાખું છું કે...'

ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
Delhi Election 2025: દિલ્હીમાં 11 જિલ્લાઓમાં ક્યાં-ક્યાં થશે મતગણતરી, જુઓ લિસ્ટ
Delhi Election 2025: દિલ્હીમાં 11 જિલ્લાઓમાં ક્યાં-ક્યાં થશે મતગણતરી, જુઓ લિસ્ટ
Milkipur By Election Result: મિલ્કીપુરમાં બીજેપી અને સપા વચ્ચે જોરદાર ટક્કર ? કોને પસંદ કરશે જનતા
Milkipur By Election Result: મિલ્કીપુરમાં બીજેપી અને સપા વચ્ચે જોરદાર ટક્કર ? કોને પસંદ કરશે જનતા
Delhi Result: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ પર સ્વાતિ માલીવાલનું ચોંકાવનારું નિવેદન, 'હું તો બસ એજ આશા રાખું છું કે...'
Delhi Result: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ પર સ્વાતિ માલીવાલનું ચોંકાવનારું નિવેદન, 'હું તો બસ એજ આશા રાખું છું કે...'
World News: ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં કેટલા હિન્દુઓના મોત થયા,થયો મોટો ખુલાસો

General Knowledge: આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ, ખરીદતી વખતે કરોડપતિને પણ પરસેવો છૂટ જશે

WhatsApp કરી રહ્યું છે એક શાનદાર ફીચરનું ટેસ્ટિંગ,એક જ જગ્યાએ ભરાઈ જશે તમામ બિલ

AAP કે  BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?

Embed widget