શોધખોળ કરો

IND vs SA: શિવમ દુબેનું પત્તુ કપાશે, બદલાઇ જશે ઓપનિંગ ? ફાઇનલમાં આફ્રિકા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-XI

T20 World Cup 2024 Final India Playing 11: ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે

T20 World Cup 2024 Final India Playing 11: ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. છેલ્લી ત્રણ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોહિતે અફઘાનિસ્તાન સામે રમાયેલી સુપર-8ની પ્રથમ મેચમાં ટીમની પ્લેઈંગ ઈલેવનમાં છેલ્લો ફેરફાર કર્યો હતો, જેમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવ આવ્યો હતો. હવે ટાઈટલ મેચમાં શિવમ દુબેના રૂપમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે.

દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો ફેરફાર ઓપનિંગ જોડીમાં પણ ફેરબદલ કરી શકે છે. વાસ્તવમાં, ફાઈનલ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા શિવમ દુબેને ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે. દુબે વર્લ્ડ કપની પ્રથમ મેચથી જ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.

ઓલરાઉન્ડર દુબે અત્યાર સુધી માત્ર બેટ્સમેન તરીકે જ રમ્યો છે. તેણે અમેરિકા સામેની મેચમાં માત્ર 1 ઓવર જ ફેંકી હતી. જ્યારે દુબે બેટિંગમાં ખાસ કોઈ છાપ છોડી શક્યો નથી. તેણે ચોક્કસપણે સ્પિનરો સામે કેટલાક મોટા શોટ ફટકાર્યા છે, પરંતુ તે ઝડપી બોલરો સામે પણ તદ્દન લાચાર દેખાઈ રહ્યો છે.

શિવન દુબેની જગ્યાએ જાયસ્વાલને મળી શકે છે મોકો 
દુબેના ખરાબ ફોર્મને જોતા યશસ્વી જાયસ્વાલને ફાઇનલમાં તક મળી શકે છે. જાયસ્વાલે આ ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. જો જાયસ્વાલ પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરે છે તો તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. જ્યારે અત્યાર સુધી ઓપનિંગ કરી રહેલો વિરાટ કોહલી પોતાના જૂના નંબર ત્રણ પર આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.

ટી20 વર્લ્ડકપ 2024 ફાઇનલમાં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Embed widget