શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટે પત્ની સાથે કરી બેટિંગ પ્રેક્ટિસ, અનુષ્કાએ પહેલા બોલ પર જ નાંખ્યો બાઉન્સર
વીડિયોમાં જોઈ શકાય છે કે, વિરાટ પત્નીને અંડર આર્મ બોલિંગ કરે છે.
મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે તેના ઘરના ગાર્ડનમાં પત્ની અનુષ્કા શર્મા સાથે પ્રેક્ટિસ કરી હતી. તેમણે અનેક રાઉન્ડ રનિંગ કર્યુ અને બાદમાં પત્ની અનુષ્કા સાથે બેટિંગ પ્રેક્ટિસ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પહેલા અનુષ્કા અને બાદમાં વિરાટ બોલિંગ તથા બેટિંગ કરતા નજરે પડે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વિરાટ પત્નીને અંડર આર્મ બોલિંગ કરે છે. આ પછી જ્યારે વિરાટની બેટિંગ આવે છે ત્યારે અનુષ્કા પ્રથમ બોલ બાઉન્સર નાંખે છે.
એક વ્યક્તિ કોહલીની પાછળ ઉભેલો પણ વીડિયોમાં જોઈ શકાય છે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ ખેલાડીઓ માટે આઈસોલેશન કેમ્પનું આયોજન કરવાનું વિચારી રહી છે. જે નેશનલ ક્રિકેટ એકેડમીમાં શરૂ કરવામાં આવી શકે છે. જેમાં કેટલાક ખેલાડીઓ સામેલ થઈ શકે છે પરંતુ મુંબઈમાં રહેતા વિરાટ અને રોહિત માટે તેમાં સામેલ થવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ એક પણ મેચ રમી નથી. ઉપરાંત આઈપીએલની સીઝન 13ને રદ્દ કરી દેવામાં આવી છે.Finally after soo much long time saw Virat Batting 🥳 Virat Anushka playing cricket in building today🥳 Anushka bowls a Bouncer to Virat😂#ViratKohli #AnushkaSharma #Cricket pic.twitter.com/XFmfs3hiBt
— Virarsh (@Cheeku218) May 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion