Team India Coach Update: ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર ? જાણો વિગત
Team India Coach: રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે તૈયાર છે. તેનો 2023 સુધી કરાર રહેશે. આ માટે તેને 10 કરોડ સેલરી ચૂકવવામાં આવશે.
Team India Coach Update: ક્રિકેટ જગત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ દ્રવિડ હવે ભારતીય ક્રિકેટ ટીમના કોચની ખાલી જગ્યા પર જોઈ શકાય છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે તૈયાર છે. તેનો 2023 સુધી કરાર રહેશે. આ માટે તેને 10 કરોડ સેલરી ચૂકવવામાં આવશે. જોકે હજુ સુધી ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
ગાંગુલી-જય શાહે કરી દ્રવિડ સાથે બેઠક
મળતી માહિતી મુજબ, બીસીસીઆઈના સચિવ જય શાહ અને પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડ સાથે દુબઈમાં આઈપીએલની ફાઇનલની રાત્રે એક બેઠક યોજી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બીસીસીઆઈ બોર્ડે રાહુલ પાસેથી તે જાણવાનો પ્રયાસ કર્યો કે તે શું ઈચ્છે છે અને બોર્ડ તેને શું ઓફર કરી શકે છે.
રાહુલને 2023 સુધી કોન્ટ્રાક્ટ
થોડા સમય પહેલા રાહુલ દ્રવિડે કોચ બનવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ બીસીસીઆઈના ઘણા પ્રયત્નો બાદ હવે માનવામાં આવે છે કે તે આ માટે સંમત થયા છે. જોકે બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બીસીસીઆઈના સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે રાહુલ દ્રવિડને વર્ષ 2023 સુધી કરાર મળી શકે છે.
યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને નવો કોચ મળવાનો છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પુષ્ટિ કરી છે કે હવે તેઓ ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે નહીં. રવિ શાસ્ત્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે, તેથી તેઓ કોચ તરીકે જે પ્રાપ્ત કરવા માંગતા હતા તે પ્રાપ્ત કરવામાં સફળ થયા છે.
રાહુલ દ્રવિડની કેવી છે આંતરરાષ્ટ્રીય કરિયર
ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે 164 ટેસ્ટમાં 52.3ની સરેરશથી 13,288 રન બનાવ્યા છે. જ્યારે 344 વન ડેમાં 39.2ની સરેરાશથી 10,889 રન બનાવ્યા છે. જ્યારે એક ટી20 ઈન્ટરનેશનલમાં 31 રન બનાવ્યા છે. આ ઉપરાંત આઈપીએલની 89 મેચમાં 2174 રન બનાવ્યા છે.