IND vs ENG: ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 112 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં થયું આવું કારનામું
India vs England 5th Test: ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી હતી.
India vs England 5th Test: ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી હતી. ધર્મશાલામાં જીત સાથે ભારતીય ટીમે 112 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું માત્ર ચોથી વખત બન્યું છે.
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆
— BCCI (@BCCI) March 9, 2024
Congratulations #TeamIndia on winning the @IDFCFIRSTBank #INDvENG Test Series 4⃣-1⃣ 👏👏 pic.twitter.com/IK3TjdapYv
વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાને આ પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રોહિત બ્રિગેડે જોરદાર વાપસી કરી અને બાકીની ચાર મેચ જીતીને સિરીઝ 4-1થી જીતી લીધી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ચોથી વખત બન્યું છે જ્યારે કોઈ ટીમે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ સતત ચાર ટેસ્ટ મેચ જીતીને શ્રેણી જીતી હોય.
A 4⃣-1⃣ series win 🙌
— BCCI (@BCCI) March 9, 2024
BCCI Honorary Secretary Mr. @JayShah presents the 🏆 to #TeamIndia Captain Rohit Sharma 👏👏
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/KKpRaaGbOU
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ બે વખત આવું કરી ચુકી છે. ઈંગ્લેન્ડે એકવાર આવું કર્યું હતું. હવે ભારતીય ટીમ આવું કરનાર ચોથી ટીમ બની ગઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી વખત આવું 112 વર્ષ પહેલા થયું હતું. 1912માં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડે જબરદસ્ત પુનરાગમન કર્યું અને બાકીની ચાર મેચ જીતીને શ્રેણી જીતી લીધી.
ભારતે ધર્મશાલામાં શાનદાર જીત નોંધાવી
ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 477 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. જ્યારે સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે ત્રણ દિવસમાં પાંચમી ટેસ્ટ જીતી લીધી
ભારતે પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રને હરાવ્યું છે. ધર્મશાળામાં માં રમાયેલી આ મેચ માત્ર ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ભારતનો પ્રથમ દાવ આજે પ્રથમ સત્ર દરમિયાન સમાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 477 રન પર સમાપ્ત થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાને 259 રનની લીડ મળી ગઈ છે. ઈંગ્લેન્ડનો બીજો દાવ 195 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો અને ભારતનો એક દાવ અને 64 રનથી વિજય થયો હતો.