(Source: ECI/ABP News/ABP Majha)
કોહલી હજુ 2 વર્ષ કેપ્ટનશિપ કરી શક્યો હોત, તેની સફળતા કેટલાકથી પચી નહીઃ શાસ્ત્રીનો ધડાકો
ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી વધુ 2-3 વર્ષ સુધી ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી શક્યો હોત. તેણે કહ્યું કે કોહલી કેપ્ટન તરીકે 50-60 ટેસ્ટ મેચ જીતી શક્યો હોત.
Ravi Shastri: ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી વધુ 2-3 વર્ષ સુધી ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી શક્યો હોત. તેણે કહ્યું કે કોહલી કેપ્ટન તરીકે 50-60 ટેસ્ટ મેચ જીતી શક્યો હોત. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હાર્યા બાદ કોહલીએ સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. તે ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 40 મેચ જીતી છે.
કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ સિવાય તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રનર અપ રહી હતી. રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં કોહલીની સિદ્ધિઓ વિશે વાત કરી અને કહ્યું કે તે વધુ 2-3 વર્ષ સુકાની બની શક્યો હોત. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે કોહલીએ 50-60 જીત સાથે કેપ્ટનશિપની સફરનો અંત આણ્યો હોત. રવિ શાસ્ત્રીએ કહ્યું કે આગામી કેટલાક મહિનામાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે રમવાનું છે. કોહલી 50-60 ટેસ્ટ જીત સાથે તેની સફર સમાપ્ત કરી શક્યો હોત.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે કહ્યું કે આપણે કોહલીના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. આવો રેકોર્ડ અન્ય કોઈ દેશમાં અવિશ્વસનીય છે. તમે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સામે જીત્યા અને દક્ષિણ આફ્રિકા સામે 1-2થી હારી ગયા પરંતુ હજુ પણ ચર્ચા ચાલી રહી છે કે તેને કેપ્ટન બનવું જોઈએ કે નહીં. જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ-2021માં ટીમ ઈન્ડિયાના પહેલા રાઉન્ડમાં બહાર થયા બાદ શાસ્ત્રી-કોહલી યુગનો અંત આવ્યો હતો. શાસ્ત્રીના કોચ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઘણી ટ્રોફી કબજે કરી હતી. તેઓ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી એશિયાની પ્રથમ ટીમ બની હતી.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોહલી હવે તેની બેટિંગનો આનંદ લેવા માંગે છે. શાસ્ત્રી કહે છે કે વિરાટ કોહલીએ 5-6 વર્ષ સુધી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને તે પાંચ વર્ષમાં ભારત નંબર 1 હતું. કોઈ પણ ભારતીય કેપ્ટન પાસે આવો રેકોર્ડ નથી અને દુનિયામાં એવા કેટલાક કેપ્ટન છે જેમની પાસે આવો રેકોર્ડ છે.