IND vs BAN 1st ODI: બાંગ્લાદેશ સામે રોમાંચક મુકાબલામાં ભારતની 1 વિકેટથી હાર
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું છે.
IND vs BAN 1st ODI: ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું છે.
A sensational tenth-wicket partnership has given Bangladesh a win to start off the series 👏
— ICC (@ICC) December 4, 2022
#BANvIND pic.twitter.com/ot9w4r9Tx3
ટીમ ઈન્ડિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરવા બાંગ્લાદેશની ટીમને નજમુલ હુસૈન અને કેપ્ટન લિટન દાસ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન નજમુલ ખાતું ખોલાવ્યા વિના જ દીપક ચહરના બોલનો શિકાર બન્યો હતો. લિટન 63 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અનામુલ હકે 14 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 29 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
શાકિબ અલ હસને 38 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મુશ્ફિકુર રહીમ 45 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદલ્લાહ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અફીફ હુસૈન 6 રન બનાવીને આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 186 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. રાહુલ સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. રાહુલે 70 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઓપનર રોહિત શર્મા 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. ધવન 7 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 24 રનની ઇનિંગ રમી હતી. વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને આઉટ થયો હતો.
ભારતની વનડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.